Not Set/ અમદાવાદ:બાઈક અને બસ વચ્ચે અક્સ્માત, યુવકનુ મોત, ગુસ્સે થયેલાં લોકોએ કર્યો ચક્કાજામ

અમદાવાદ, અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એકનું મોત થયું છે. જો કે આ યુવકના મોતને પગલે લોકો રોષે  ભરાયા હતા અને રસ્તા બ્લોક કરી દીધો હતો. મળતી માહિતી મુજબ ચાણક્યપુરી આર.સી.ટેક્નિકલ પાસેથી 20 વર્ષીય સુલભ પટેલ પોતાની બાઇક લઇને કોલેજ જઈ રહ્યો હતો. આ દરમિયાના પૂરઝડપે આવતી ટોરેન્ટની બસના […]

Gujarat

અમદાવાદ,

અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એકનું મોત થયું છે. જો કે આ યુવકના મોતને પગલે લોકો રોષે  ભરાયા હતા અને રસ્તા બ્લોક કરી દીધો હતો.

મળતી માહિતી મુજબ ચાણક્યપુરી આર.સી.ટેક્નિકલ પાસેથી 20 વર્ષીય સુલભ પટેલ પોતાની બાઇક લઇને કોલેજ જઈ રહ્યો હતો. આ દરમિયાના પૂરઝડપે આવતી ટોરેન્ટની બસના ચાલકે બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી હતી. જેથી આ યુવકે બાઇક પરથી નીચે પટકાયો હતો. જ્યાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.

અકસ્માત સર્જીને બસ ચાલક ફરાર થઈ ગયો હતો, જોકે અક્સ્માતના પગલે સ્થાનિક લોકોના ઘટના સ્થળે ટોળેટોળાં એકઠાં થઈ ગયા હતા અને રોડ પર ચક્કાજામ કર્યો હતો. મહત્વનું છે કે, ટોરેન્ટ બસનો ચાલક બાઇકચાલકને  ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. જેને પકડવા પોલીસ ગુનો નોંધીને તજવીજ હાથ ધરી છે.