ટીડીપી અને વાઈએસઆર કોંગ્રેસે કેન્દ્ર સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી. જે બાબતે હોબાળો થતા અવિશ્વાસ પ્રસ્તાવ ગૃહમાં મુકી શકાયુ ન હતુ એની પહેલા શુક્રવારે પણ બંને પક્ષો દ્વારા આ નોટિસો આપવામાં આવી હતી.
જો કે ગૃહ ઓર્ડરમાં ન હોવાથી પ્રસ્તાવને સ્પીકરે મંજુર કર્યુ નથી સાંસદો તરફથી હોબાળો ચાલુ રખાતા સ્પીકરે લોકસભાની કામગીરીને મંગળવાર સુધી મોકુફ રાખવાની જાહેરાત કરી હતી.
ટીડીપી અને વાઇએસઆર કોંગ્રેસ સોમવારે પણ લોકસભામાં મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકી ન હતીએની પહેલા સ્પીકરે ગૃહને જણાવ્યુ હતુ કે તેમને ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસો મળી છે.
Uproar in Lok Sabha as TDP, YSRCP and TRS MPs come into the well of the House. #budgetsession pic.twitter.com/DhIkODNmne
— ANI (@ANI) March 19, 2018
પરન્તુ જયાં સુધી ગૃહ ઓર્ડરમાં નહિં હોય ત્યાં સુધી સ્પીકર ટેકો આપનાર સભ્યોની ગણતરી કરી શકતા નથી એની પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે લોકસભામાં જણાવ્યુ હતુ કે તેમની સરકાર ઇચ્છે છે કે ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થાય. કારણ કે તેમની સરકાર પાસે પૂર્ણ બહુમતી છે એટલે તેઓ અવિશ્વાસ પ્રસ્તાવથી ગભરાતા નથી.
શિવસેનાના સાંસદ અરવીંદ સાંવતે કહ્યું કે, અમે વિપક્ષની સાથે નથી તેનો અર્થ એવો નથી કે મે સરકારની સાથે છીએ. અવિશ્વાસ પ્રસ્તાવ ન અમે સરકારની સાથે છીએ કે ન વિપક્ષની સાથે અમે તટસ્થ છીએ.
