Narmada News/ રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં સ્વદેશી શ્વાનોનું અદ્દભુત ગૌરવનું પ્રદર્શન…

શ્વાનોએ 18 ફુટની દિવાલ જમ્પ, 20 ફુટના દાદરની ચડાઈ, આંખો બંધ કરીને પુલોને પાર કર્યા હતો. પહાડી રસ્તાઓ આગળ વધવા માટે તાલીમ અંગે પ્રદર્શન રજૂ કર્યું હતું…

Gujarat Others

Narmada News: એકતાનગર (Ektanagar) ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ (Rastriya Ekta Parade)માં ભારતીય શ્વાનોનું અદભુત પ્રદર્શન જોવા મળ્યું હતું.

દેશની સીમા સુરક્ષા (Border Security)ને મજબૂત બનાવવા માટે સીમા સુરક્ષા બળના રાષ્ટ્રીય શ્વાન કેન્દ્ર દ્વારા ભારતીય નસ્લના શ્વાનો (Indian Dogs)ને પ્રશિક્ષણ આપીને તાલીમબદ્ધ કરાયા છે. ઉત્તરપ્રદેશના રામપુરા અને મહારાષ્ટ્ર (UP & Maharastra)ના દેશી નસ્લના શ્વાનોને તાલીમબદ્ધ કરીને સુરક્ષા દળોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

શ્વાનોએ 18 ફુટની દિવાલ જમ્પ, 20 ફુટના દાદરની ચડાઈ, આંખો બંધ કરીને પુલોને પાર કર્યા હતો. પહાડી રસ્તાઓ આગળ વધવા માટે તાલીમ અંગે પ્રદર્શન રજૂ કર્યું હતું.

સ્વદેશી શ્વાનોની જાતિઓ – રામપુર શિકારી શ્વાનોએ તેમની કુશળતા દર્શાવી હતી. આ જાતિઓએ BSF કામગીરી દરમિયાન બળ ગુણાકાર તરીકે નોંધપાત્ર યોગદાન આપીને આત્મનિર્ભર ભારત (India)ની ભાવનાને મૂર્તિમંત કરી હતી.

ભારતની આત્મનિર્ભરતા, સ્વદેશી ગૌરવ અને રાષ્ટ્રીય ગૌરવ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું એક શક્તિશાળી ઉદાહરણ પૂરૂ પાડયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન

આ પણ વાંચો:મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે PM મોદીને મહાત્મા ગાંધી, સુભાષ ચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલના ‘ત્રિવેણી સંગમ’ ગણાવ્યા

આ પણ વાંચો:સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર એકતાના શપથ લેવડાવતા ગૃહપ્રધાન