Gujarat Rain Forecast/ રાજ્યમાં હવામાન, એકથી છ સપ્ટેમ્બર પડશે વરસાદ

રાજ્યમાં હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ રાજ્યમાં એકથી છ સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડશે, પણ ગુજરાતીઓ માટે રાહતજનક વાત એ છે કે ચક્રવાત નલિયાથી 360 કિ.મી. આગળ વધી ગયું છે. આમ ગુજરાત પરથી ચક્રવાતનો ખતરો જતો રહ્યો છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: રાજ્યમાં હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ રાજ્યમાં એકથી છ સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડશે, પણ ગુજરાતીઓ માટે રાહતજનક વાત એ છે કે ચક્રવાત નલિયાથી 360 કિ.મી. આગળ વધી ગયું છે. આમ ગુજરાત પરથી ચક્રવાતનો ખતરો જતો રહ્યો છે.

આજે વરસાદનું જોર ઘટ્યું, છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આવતીકાલે રાજ્યમાં ફરી વરસાદની આગાહી છે.  રાજ્યમાં પહેલી સપ્ટેમ્બરથી છ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ પડશે તેમ જણાવાયું છે.  આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા છે.

ડિપ્રેશન બનવાની શક્યતાથી ગુજરાતમાં વરસાદની શક્યતા છે. ગઇકાલે બનેલા ચક્રવાત ખૂબ જ ઓછા બનતા હોય છે. ગુજરાતમાં આજ દિન સુધી આવી સિસ્ટમ ફક્ત ત્રણ વખત જ બની છે.

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ પૂરગ્રસ્ત વિસ્તારમાં હજી પણ મુશ્કેલીઓ યથાવત છે. અસના ચક્રવાતની દિશા પાકિસ્તાન તરફ આગળ વધતાં કચ્છ પરના અસના ચક્રવાતના વાદળો હટી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે બપોરે 12 વાગ્યાથી ભારે વરસાદ પડ્યો હતો અને પવન પણ જોરદાર ફૂંકાયો હતો. ચક્રવાતનો ખતરો ભલે ટળી ગયો હોય, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાવાનું ચાલું રહશે.

આ ચક્રવાત ગુજરાતમાં આવવાની અથવા તબાહી સર્જવાની સંભાવના વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​જણાવ્યું હતું કે ડીપ ડિપ્રેશનના કારણે ગુજરાતમાં મુશળધાર વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. IMD અનુસાર 1976 પછી ઓગસ્ટમાં અરબી સમુદ્રમાં આ પહેલું ચક્રવાતી તોફાન છે. સના નામ પાકિસ્તાને આપ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં કેમ આ વર્ષે આટલો બધો વરસાદ ખાબક્યો, હવામાન નિષ્ણાતોએ આપ્યું કારણ

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા રહેશે ધોધમાર વરસાદ

આ પણ વાંચો: હવામાન વિભાગે રાજ્યમાં મુશળધાર વરસાદની કરી આગાહી, જાણો કયાં પડશે વરસાદ