Ahmedabad News : શહેરમાં ઉનાળાનો મિજાજ હવે આકરો બની રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા અમદાવાદ શહેર માટે આગામી સાત દિવસની તાપમાન(Temperature) અંગેની આગાહી જાહેર કરવામાં આવી છે, જેમાં શહેરમાં ‘ઓરેન્જ એલર્ટ’ અને ‘યલો એલર્ટ‘ ની ચેતવણી આપવામાં આવી છે.
તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવશે
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી સાત દિવસ દરમિયાન શહેરનું મહત્તમ તાપમાન 44° સેલ્સિયસ સુધી પહોંચવાની પ્રબળ શક્યતા છે. ખાસ કરીને 28 એપ્રિલથી1 મે દરમિયાન ગરમીનું જોર સૌથી વધુ રહેવાની શક્યતા છે
આગામી દિવસોનું અનુમાન:
DAY 1 થી 4: મહત્તમ તાપમાન(Temperature) 44°C રહેવાની શક્યતા.
લઘુત્તમ તાપમાન: રાત્રિ દરમિયાન તાપમાન 28°C ની આસપાસ રહેશે.

શહેરના મુખ્ય ‘હોટસ્પોટ’ વિસ્તારો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સેટેલાઈટ ડેટા અને AI ટેકનોલોજીની મદદથી શહેરના એવા વિસ્તારો તારવવામાં આવ્યા છે જ્યાં તાપમાન સૌથી વધુ અનુભવાશે. આ યાદીમાં મુખ્ય વિસ્તારો નીચે મુજબ છે:
-
દક્ષિણ ઝોન: લાંભા, વટવા, નારોલ ફ્લાયઓવર, ચંડોળા તળાવ, અને પીરાણા લેન્ડફિલ સાઇટ પાસે.
-
પૂર્વ ઝોન: ઓઢવ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર, વસ્ત્રાલ ગામ તળાવ, અને એક્સપ્રેસ હાઇવે જંક્શન.
-
પશ્ચિમ ઝોન: ચાંદખેડા (HB કાપડિયા સ્કૂલ પાસે), સાબરમતી રેલવે સ્ટેશન અને એરપોર્ટ વિસ્તાર.
-
ઉત્તર-પશ્ચિમ: ગોતા, ઓગણજ તળાવ, સાયન્સ સિટી રોડ અને થલતેજ.
-
દક્ષિણ-પશ્ચિમ: સરખેજ (સનાથલ સર્કલ) અને મકતમપુરા.
લૂ (Heat Stroke) થી બચવાના લક્ષણો અને ઉપાયો
જો તમને અતિશય પરસેવો થાય, અશક્તિ લાગે, માથાનો દુખાવો કે ચક્કર આવે, અથવા ચામડી લાલ અને સૂકી થઈ જાય, તો આ લૂ લાગવાના લક્ષણો હોઈ શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક તબીબી સલાહ લેવી અથવા ઇમરજન્સીમાં 108 પર સંપર્ક કરવો
તકેદારીના પગલાં:
-
હાઈડ્રેટેડ રહો: બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખો. લીંબુ શરબત, છાશ અને નાળિયેર પાણી જેવા પ્રવાહી લેતા રહો.
-
ખોરાકમાં ધ્યાન: તાજા ફળો અને શાકભાજી ખાઓ. તીખું, વધુ પ્રોટીનયુક્ત અને વાસી ખોરાક ટાળવો.
-
સમયનું ધ્યાન: બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું.
-
પોશાક: આછા રંગના ઢીલા સુતરાઉ કપડાં પહેરવા અને બહાર નીકળતી વખતે છત્રી કે ટોપીનો ઉપયોગ કરવો.
-
ખાસ કાળજી: નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓએ ગરમીમાં ખાસ સાવધાની રાખવી..
નાગરિકો પોતાના વિસ્તારના તાપમાન(Temperature) ની વિગતો અને હોટસ્પોટની માહિતી AMC ની સત્તાવાર લિંક https://amc.satleolabs.com/view પરથી મેળવી શકે છે.
