School Holidays due to Heatwave: સમગ્ર દેશમાં અત્યારે કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીની નજીક પહોંચી જતાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈને રાજ્ય સરકારો ચિંતામાં મુકાઈ છે. બાળકોને હીટસ્ટ્રોક અને લૂથી બચાવવા માટે દેશના અનેક રાજ્યોએ શાળાઓમાં વહેલું ઉનાળુ વેકેશન જાહેર કરી દીધું છે, જ્યારે કેટલાક રાજ્યોએ સમયમાં મોટા ફેરફાર કર્યા છે.
આ રાજ્યોમાં વેકેશન અને School ઓ બંધ
ભીષણ ગરમીની સ્થિતિને જોતા દેશના વિવિધ રાજ્યોએ શૈક્ષણિક કેલેન્ડરમાં ફેરફાર કરી રજાઓ જાહેર કરી છે, જેમાં છત્તીસગઢમાં 20 એપ્રિલથી 15 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરાયું છે જે નિર્ધારિત સમય કરતા 2 અઠવાડિયા વહેલું છે. ઓડિશામાં 27 એપ્રિલથી તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ સિવાયના તમામ વિસ્તારોમાં 22 એપ્રિલથી રજાઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્રિપુરામાં 24 એપ્રિલથી 1 મે સુધી શાળાઓ બંધ રાખવાના આદેશ અપાયા છે અને ઉત્તરાખંડના દેહરાદૂનમાં 27 એપ્રિલથી આંગણવાડી કેન્દ્રો સહિત ધોરણ 1 થી 12ની તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
શાળાઓના સમયમાં કરાયેલા ફેરફાર
જ્યાં શાળાઓ હજુ ચાલુ છે ત્યાં ગરમીથી બચવા સમય સવારનો કરી દેવામાં આવ્યો છે:
| રાજ્ય | શાળાનો નવો સમય |
| ઉત્તર પ્રદેશ | સવારે 7:30 થી બપોરે 12:30 સુધી |
| બિહાર અને એમ.પી. | સવારે 11:30 કલાક સુધી |
| મહારાષ્ટ્ર | સવારે 7:00 થી 11:15 કલાક સુધી |
| ઝારખંડ | સવારે 7:00 થી 11:30 કલાક સુધી |
| ઓડિશા (સવારની પાળી) | સવારે 6:30 થી 10:30 કલાક સુધી |
શું છે ‘વોટર બેલ’ પહેલ?
દિલ્હી અને ઉત્તરાખંડ જેવી જગ્યાએ વિદ્યાર્થીઓને હાઈડ્રેટેડ રાખવા માટે ‘વોટર બેલ’ પ્રોટોકોલ લાગુ કરાયો છે. જેમાં ચોક્કસ સમયે બેલ વગાડવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ પાણી પીવાનું યાદ રાખે. આ ઉપરાંત, દિલ્હી અને તેલંગણામાં સવારે 11 થી સાંજે 4 વાગ્યા સુધી આઉટડોર ગેમ્સ અને પ્રવૃત્તિઓ પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો:રાજ્યમાં ગરમી છતાં મતદારોમાં જોરદાર ઉત્સાહ,રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જામનગર કર્યું મતદાન
આ પણ વાંચો: ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ વધ્યો, ઉત્તર પ્રદેશ, દિલ્હી,રાજસ્થાન માટે રેડ એલર્ટ જારી
આ પણ વાંચો: અમદાવાદમાં પારો 44.8 ડિગ્રીને પાર, રાજકોટ-કચ્છ સહિત 5 જિલ્લામાં હીટવેવનું ‘યલો એલર્ટ’
