Devbhumi Dwarka/ દ્વારકામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું

બપોર બાદ વરસાદે વિરામ લેતા લોકોએ આંશિક રાહત અનુભવી હતી. વરસાદના કારણે દ્રારકામાં તમામ શાળા-કોલેજ બંધ રહી હતી. દ્વારકા-ઓખામાંથી 162……………..

Top Stories Gujarat Breaking News

Dwarka News: દ્વારકામાં 20 કલાકમાં વધુ 8 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર કમર સુધી પાણી ભરાતા જનજીવન ઠપ્પ થઇ ગયું છે. દ્વારકામાં 30 કલાકમાં કુલ 21 ઇંચ વરસાદ નોંધાયો છે. નીચાળવાળા અને મુખ્ય વિસ્તારોમાં ઘર, દુકાનો, બેંકોમાં વરસાદના પાણી ઘૂસી જતાં માલસામાન અને ચીજવસ્તુઓ પલળી જતાં મસમોટા નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

ભારે વરસાદના પગલે તમામ શાળા-કોલેજ બંધ રહી હતી. યાત્રાધામ દ્વારકામાં મેઘરાજા મન મૂકીને વરસતા શુક્રવારે રાત્રી સુધીમાં 14 ઇંચ વરસાદથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતાં. દ્વારકાના મુખ્ય ભદ્રકાલી ચોકમાં ચાર થી પાંચ ફૂટ તો મુખ્ય માર્ગ ઇસ્કોન ગેટ તથા ગુરુદ્વારા વિસ્તારમાં પાંચ થી છ ફૂટ પાણી ભરાઈ ગયા હતાં. સતત વરસાદના કારણે યાત્રાળુઓ પણ હોટલો અને ધર્મશાળામાં ફસાયા છે. ઘણાં વિસ્તારોમાં 24 કલાકથી વીજળી ગુલથી અંધારપટ છવાયો છે.

બપોર બાદ વરસાદે વિરામ લેતા લોકોએ આંશિક રાહત અનુભવી હતી. વરસાદના કારણે દ્રારકામાં તમામ શાળા-કોલેજ બંધ રહી હતી. દ્વારકા-ઓખામાંથી 162 લોકોને સલામત સ્થળે ખસેડાયા યાત્રાધામ દ્વારકા અને ઓખામાં બે દિવસથી સતત સાર્વત્રિક વરસાદના કારણે નીચાળવાળા વિસ્તારોમાં 5 થી 7 ફુટ પાણી ભરાયા હતાં. આથી સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા દ્વારકામાંથી 70 અને ઓખામાંથી 90 મળી કુલ 162 લોકોનું સલામત સ્થળે સ્થળાતંર કરાયું હતું. દ્વારકાના આવળપરામાં વરસાદી પાણી ભરાતા બે લોકોને રેસ્કયુ કરાયા હતાં. લોકોને ફુડ પેકેટ અપાયા હતા.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકામાં 6.5 ઈંચ, જૂનાગઢમાં 5.5 ઈંચ, પાટણ-વેરાવળમાં પોણા પાંચ ઈંચ, તાલાલામાં સવા ચાર ઈંચ, વંથલીમાં પોણા ચાર ઈંચ, માણાવદરમાં ત્રણ ઈંચ, માંગરોળમાં 2.5 ઈંચ, માળિયા હાટીનામાં પોણા 2 ઈંચ, ઉમરગામમાં દોઢ ઈંચ સહિત અન્ય તાલુકામાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા

આ પણ વાંચો: વડોદરામાં નારાયણ શાળાની દીવાલ ધરાશાયીના CCTV આવ્યા સામે