IPL 2021/ RCB ની પાસે હવે એક નહી પણ બે 360 ડિગ્રી પ્લેયર્સ છે: ગાવાસ્કર

ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનમાં, આરસીબીની ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને રમાયેલી ચારેય મેચ જીતી છે. જેના કારણે, આ સીઝનમાં આરસીબીની ટીમ ટેબલમાં ટોચ પર છે.

Sports

ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનમાં, આરસીબીની ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને રમાયેલી ચારેય મેચ જીતી છે. જેના કારણે, આ સીઝનમાં આરસીબીની ટીમ ટેબલમાં ટોચ પર છે. આ સીઝનમાં ઘણા ખેલાડીઓએ આરસીબી ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે. ગયા સીઝનમાં 13 મેચમાં માત્ર 108 રન બનાવનારા ગ્લેન મેક્સવેલે પણ આ સીઝનમાં સારું પ્રદર્શન કર્યું છે અને આરએસબી માટે 3 મેચમાં 176 રન બનાવ્યા છે. ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે પણ આરસીબીની પ્રશંસા કરી છે.

IPL 2021 / રાજસ્થાને મેળવી આસાન જીત, KKR પોઇન્ટ ટેબલમાં પહોંચ્યુ તળિયે

સુનિલ ગાવસ્કર માને છે કે, આરસીબીની ટીમમાં હવે એક નહી, પણ બે 360 ડિગ્રી પ્લેયર્સ છે, જેના કારણે તેમને રોકવું અશક્ય છે. નોંધનીય છે કે એબી ડી વિલિયર્સને 360 ડિગ્રી પ્લેયર કહેવામાં આવે છે કારણ કે તે મેદાનની ચારે તરફ શોટ લગાવી શકે છે. આ સીઝનમાં, મેક્સવેલે ત્રણ ઇનિંગ્સમાં આરસીબી તરફથી 39, 59 અને 78 રન બનાવ્યા છે અને આ જ કારણે ગાવસ્કરે તેને બીજો ડી વિલિયર્સ ગણાવ્યો છે. ગાવસ્કરે મેક્સવેલની પ્રશંસા કરતાં કહ્યું કે, આરસીબી ટીમમાં પહેલા ફક્ત એક એબી ડી વિલિયર્સ હતો પરંતુ હવે મેક્સવેલનાં જોડાયા બાદ ટીમને બીજો 360 ડિગ્રી ખેલાડી મળ્યો છે. જે રીતે મેક્સવેલ આ આઈપીએલમાં રિવર્સ સ્વીપ, સ્કૂપ શોટ અને સ્વિચ હિટ મારી રહ્યો છે તેને રોકવો હવે મુશ્કેલ રહેશે.

ભારતીય ક્રિકેટર / કોરોનાને હરાવ્યા બાદ સચિન તેંડુલકરે કર્યો મહત્વનો નિર્ણય, હવે કરશે આ કામ

તેમણે કહ્યું, ‘મેક્સવેલ આરસીબીમાં આવ્યો હોવાથી વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ તરફ પર દબાણ ઓછુ થઇ ગયુ છે. કોહલી જાણે છે કે હવે તે રન બનાવવા માટે અન્ય બેટ્સેન પર આધાર રાખી શકે છે. ગત સીઝનમાં, દેવદત્ત આરસીબી તરફથી ઇનિંગ્સની શરૂઆત કરતા રન બનાવી રહ્યો હતો, પરંતુ હવે મેક્સવેલ પણ અસાધારણ બેટિંગ કરી રહ્યો છે. જે જોઇને કહી શકાય કે બીજો 360 ડિગ્રી પ્લેયર આરસીબીમાં આવી ચુક્યો છે.

IPL 2021 / કોરોનામાંથી હેમખેમ બહાર આવ્યા બાદ DC સાથે જોડાયા અક્ષર પટેલ, કહ્યું ટેસ્ટ ડેબ્યું બાદ તેમના જીવનની સૌથી શ્રેષ્ઠ ક્ષણ

ગાવસ્કરે મેક્સવેલની પ્રશંસા કરતા કહ્યું કે, તે બેટિંગ દરમિયાન જે રીતે રમી રહ્યો છે તે ફક્ત રિવર્સ સ્વીપ જ નહીં પરંતુ બોલને લેગ સાઇડની જગ્ચાએ ઓફ સાઇડ પર સ્કૂપ મારી રહ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે ગ્લેન મેક્સવેલે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઇડર્સ સામે અડધી સદી ફટકારી હતી અને એબી ડી વિલિયર્સની સાથે ડેથ ઓવરમાં જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.