વિવાદ/ કેપ્ટનશીપ મામલે વિવાદ વકર્યો, સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલીના નિવેદન એકબીજાથી વિપરીત

ટીમની પસંદગીના દોઢ કલાક પહેલા પસંદગીકારો દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે તેને વનડેની કેપ્ટનશીપથી હટાવવામાં આવી રહ્યા છે

Top Stories Sports
DADA કેપ્ટનશીપ મામલે વિવાદ વકર્યો, સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલીના નિવેદન એકબીજાથી વિપરીત

ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે કેપ્ટનશિપને લઈને ચાલી રહેલા વિવાદ પર પોતાનું મૌન તોડ્યું હતું. તેણે કેટલીક એવી માહિતી આપી જે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીના નિવેદનોથી તદ્દન વિરુદ્ધ છે. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું ટીમ ઈન્ડિયામાં બધું બરાબર છે? શું આ સમગ્ર વિવાદ ગાંગુલી અને વિરાટ કોહલી વચ્ચે છે?  ઉલ્લેખનીય છે  કે, કેપ્ટનશિપને લઈને ગાંગુલી અને વિરાટના નિવેદનમાં કેટલો તફાવત જોવા મળે છે.

વિરાટે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ટેસ્ટ શ્રેણી માટે ટીમની પસંદગીના દોઢ કલાક પહેલા પસંદગીકારો દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે તેને વનડેની કેપ્ટનશીપથી હટાવવામાં આવી રહ્યા છે. આ પહેલા BCCIએ તેમની સાથે વાત કરી ન હતી.  ગાંગુલીનું નિવેદન બિલકુલ વિપરીત હતું. ગાંગુલીએ છેલ્લા કેટલાક દિવસોમાં અનેક નિવેદનો આપ્યા હતા અને કહ્યું હતું કે તેણે કોહલી સાથે અંગત રીતે વાત કરી હતી.

ટી-20ની કેપ્ટનશિપને લઈને બંનેના નિવેદન

શું કહ્યું સૌરવ ગાંગુલી
ગાંગુલીએ કહ્યું હતું કે BCCIએ વિરાટ પાસે માંગ કરી હતી કે તે T20 ની કેપ્ટનશીપ ન છોડે, પરંતુ વિરાટ સહમત ન થયો અને રાજીનામું આપી દીધું. ત પસંદગીકારોને પણ મર્યાદિત ઓવરની ક્રિકેટમાં બે અલગ-અલગ કેપ્ટન રાખવાનો નિર્ણય યોગ્ય નથી લાગ્યો.

વિરાટ કોહલીનો જવાબ
જ્યારે મેં ટી-20ની કેપ્ટનશીપ છોડી, ત્યારે સૌથી પહેલા હું બીસીસીઆઈમાં ગયો. તેમને મારા નિર્ણય વિશે જમાવ્યું હતું. મેં મારા વિચારો અને ચિંતાઓ મૂકી હતી. બોર્ડે તેનો સ્વીકાર કર્યો અને મારી ચિંતાઓ સમજી. તેમણે ક્યારેય મને મારા નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું નથી.

કોહલીનું નિવેદન ગાંગુલીના નિવેદનથી બિલકુલ અલગ હતું. કોહલીએ વધુમાં કહ્યું કે બોર્ડે ટી20 કેપ્ટનશીપ છોડવાના મારા નિર્ણયને યોગ્ય પગલું ગણાવ્યું હતું. મેં તેને ટેસ્ટ અને વનડેમાં કેપ્ટન તરીકે ચાલુ રાખવાના તેના નિર્ણય વિશે જણાવ્યું અને તેને એ પણ કહ્યું કે જો બોર્ડને તેની સાથે કોઈ સમસ્યા હોય તો તે કોઈપણ નિર્ણય લઈ શકે છે.

ODI કેપ્ટનશીપ વિશે માહિતી આપી નથી

શું કહ્યું સૌરવ ગાંગુલી
ગાંગુલીએ કહ્યું હતું કે વિરાટ કોહલી ટેસ્ટ કેપ્ટન તરીકે ચાલુ રહેશે અને રોહિતને સફેદ બોલ ક્રિકેટ (મર્યાદિત ઓવર)નો કેપ્ટન બનાવવામાં આવશે. બીસીસીઆઈના પ્રમુખ તરીકે મેં પોતે વિરાટ કોહલી સાથે વાતચીત કરી હતી. આ સાથે પસંદગીકારોએ વિરાટ સાથે પણ વાત કરી હતી. ગાંગુલીએ ન્યૂઝ એજન્સીને આ નિવેદન આપ્યું હતું.

વિરાટ કોહલીનો જવાબ
બોર્ડ અને મારી વાતચીત અંગે જે પણ નિવેદનો આપવામાં આવ્યા છે તે યોગ્ય નથી. મને ટેસ્ટ શ્રેણી માટે ટીમની પસંદગીના દોઢ કલાક પહેલા 8મી ડિસેમ્બરે ODI સુકાની પદ પરથી હટાવવાની જાણ થઈ હતી. આ પહેલા મને કોઈ માહિતી આપવામાં આવી ન હતી. ટી20ની કેપ્ટનશીપ છોડ્યા બાદ મારી અને બોર્ડ વચ્ચે કેપ્ટનને લઈને કોઈ ચર્ચા થઈ નથી.

વિરાટે કહ્યું- મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ ટેસ્ટ ટીમ વિશે વાત કરી. તે પછી, કૉલ પૂરો થાય તે પહેલાં, તેણે મને કહ્યું કે પાંચ પસંદગીકારોએ નિર્ણય લીધો છે કે હું હવે ODI કેપ્ટન નહીં રહીશ. આ માટે મારો જવાબ બરાબર હતો.