રાજકોટ/ MCDDના સર્ટીફીકેટના ફોર્મ ભરવા રાજકોટ કોર્પોરેશનમાં અરજદારોનો ધસારો….

સર્ટીફીકેટ માટે ફોર્મ ભરવા કોર્પોરેશન કચેરીમાં અમુક લેભાગુઓ દ્વારા ઉઘરાણા કરવામાં આવતાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.

Gujarat Rajkot
Untitled 36 MCDDના સર્ટીફીકેટના ફોર્મ ભરવા રાજકોટ કોર્પોરેશનમાં અરજદારોનો ધસારો....

રાજયમાં  કોરોનાની  બીજી લહેર ભયાનક જોવા મળી હતી જેમાં  લાખો લોકો કોરોનામાં  મૃત્યુ  પામ્યા હતા. ત્યારે સરકાર દ્વારા કોરોનામાં મોતને ભેટેલા હતભાગીઓના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા 50 હજાર રૂપિયાની સહાય ચુકવવામાં આવે છે.  જે અંતર્ગત આ સહાય મેળવવા માટે કોર્પોરેશનનું એમ.સી.સી. ડી.સર્ટીફીકેટની અમુક કેસમાં હોવું જરૂરી હોય છે . જેથી આ સર્ટીફીકેટ મેળવવા માટે મોટી સંખ્યામાં અરજદારોનો ધસારો મહાપાલિકાની કચેરીમાં જોવા મળી રહ્યો છે. દરમિયાન સર્ટીફીકેટ માટે ફોર્મ ભરવા કોર્પોરેશન કચેરીમાં અમુક લેભાગુઓ દ્વારા ઉઘરાણા કરવામાં આવતાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.

આ પણ વાંચો ;અટકળો / ક્રિકેટર હરભજન સિંઘ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો, સિદ્વુએ તસવીર શેર કરી….

આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ હાલ મહાનગરપાલિકામાં કોરોના સહાય માટે એમ.સી.સી.ડી. સર્ટીફીકેટ મેળવવા મોટી સંખ્યામાં અરજદારોનો ધસારો રહે છે. આરોગ્ય શાખા દ્વારા માત્ર બે ફોર્મ વ્યક્તિ દીઠ આપવામાં આવે છે પરંતુ આ ફોર્મ ભરી આપતાં દલાલો પાસે 50થી વધુ ફોર્મનો જથ્થો મળી આવે છે.

આ પણ વાંચો ;કસ્ટડી / ગેંગસ્ટર સુરેશ પૂજારી ભારત લાવવામાં આવ્યો, 25 ડિસેમ્બર સુધી ATS કસ્ટડીમાં મોકલાયો…

આટલું જ નહીં આ ફોર્મમાં માત્ર અરજદારનું નામ, સરનામું અને મોબાઈલ નંબર જેવું સામાન્ય લખાણ લખવા માટે ફોર્મ દીઠ રૂા.10ના ઉઘરાણા કરવામાં આવી રહ્યાં હોવાની ફરિયાદો નોધાઈ છે .કોર્પોરેશન કચેરીમાં બેસી ફોર્મ ભરવા માટે અરજદારો પાસેથી ઉઘરાણા કરતાં તમામ લેભાગુ લોકોને તાત્કાલીક અસરથી પરિસરની બહાર તગેડી મુકવા જરૂર પડે તો આ માટે વિજીલન્સ શાખાનો પણ સહારો લેવો.