અકસ્માત/ આંધ્રપ્રદેશમાં બસ પુલ પરથી નહેરમાં પડતાં 8 મુસાફરોના મોત અનેક ઘાયલ,રાજ્ય સરકારે વળતરની જાહેરાત કરી..

જંગરેદ્દીગુડેમ મંડલના જલેરુ વિસ્તારમાં બસ એક પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.

Top Stories India
ACCCCCIDENT આંધ્રપ્રદેશમાં બસ પુલ પરથી નહેરમાં પડતાં 8 મુસાફરોના મોત અનેક ઘાયલ,રાજ્ય સરકારે વળતરની જાહેરાત કરી..

આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં એક બસ પુલ પરથી નહેરમાં પડતાં આઠ લોકોનાં મોત થયાં હતાં. જંગરેદ્દીગુડેમ મંડલના જલેરુ વિસ્તારમાં બસ એક પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. અકસ્માત સમયે બસમાં લગભગ 47 લોકો સવાર હતા, જેમાંથી 8 લોકોના મોત નિપજ્યા છે,પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે.

જાંગરેદ્દીગુડેમ ડેપોની આરટીસી બસ પુલ પરથી  પસાર થઈ રહી હતી, ત્યારે બસ તેનું સંતુલન ગુમાવીને કેનાલમાં પડી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત બાદ પાણીમાં ડૂબી જવાથી 8 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત મામલે રાજ્ય સરકારે મરનાર લોકોના પરિવારને વળતર આપવાની જાહેરાત કરી છે.આ ભયાનક અકસ્માત બાદ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ વળતરની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપશે.