Devbhumi Dwarka/ દ્વારકા પોલીસે સિરપના વ્યાપાર સાથે સંકળાયેલા આઠ લોકોની કરી ધરપકડ

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલા બિલોદરા ગામે શંકાસ્પદ સિરપ પીવાથી 5 લોકોના મોત થયા હતા.

Top Stories Gujarat
YouTube Thumbnail 2023 12 01T192910.995 દ્વારકા પોલીસે સિરપના વ્યાપાર સાથે સંકળાયેલા આઠ લોકોની કરી ધરપકડ

મોહંમદ ચાકી-પ્રતિનિધિ, દેવભૂમિ દ્વારકા

ખેડાના બિલોદરા ગામે શંકાસ્પદ સિરપ પીવાથી 5 લોકોના મોત થયા હતા. મોતની ઘટના બાદ તપાસ કરતા સામે આવ્યું કે મૃતકોમાંથી 3 લોકોએ આયુર્વેદિક સિરપ પીધુ હતુ. જેના લીધી તેઓના મોત નિપજ્યાં છે. જેને પગલે પોલીસ એક્શન મોડમાં આવી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા પોલીસે આયુર્વેદિક સિરપના વ્યાપાર સાથે સંકળાયેલા 8 લોકોની ધરપકડ કરી છે.

એલ.સી.બી. ઓખા આર.કે.બંદર વિસ્તારમાં વેસ્ટર્ન જે.ટી.ની સામેના ભાગે આવેલ મહાકાલ પાન અને મહાદેવ નામની દુકાન ખાતે કુલ 192 નંગ બોટલ કિંમત 28,800 ની આયુર્વેદિક સિરપ સાથે સુનીલભાઇ સુરેન્દ્રભાઇ કક્કડ (મુખ્ય સુત્રધાર), ભાવીક ઇન્દ્રવદન પ્રેસવાલા (HGP કંપનીનો ફેકટરી ઇન્ચાર્જ), આમોદ અનિલ ભાવે (AMB ફાર્માના મુખ્ય વહીવટકર્તા), દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (સૌરાષ્ટ્ર ઝોનના નંદીની એન્ટરપ્રાઇઝ ડીસ્ટ્રીબ્યુટર), અર્જુનસિંહ મહીપતસિંહ જાડેજા (દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ડીલર), વિરેન્દ્રસિંહ ઉર્ફે ગોપાલ સુરૂભા જાડેજા (શ્રીનંદીની એન્ટરપ્રાઇઝ વતી કામ કરનાર), નિલેશભાઇ ભરતભાઇ કાસ્ટા (નશાયુકત પીણાનુ વેચાણ કરનાર) અને કુલદિપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (નશાયુકત પીણાનુ વેચાણ કરનાર) ધરપકડ કરી છે.

રાજ્યમાં શરૂઆતથી નશાબંધીની નીતિની રહેલી છે. ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદીક દવાનુ એક આગવુ મહત્વ હોવાથી મહત્તમ ભારતીયનો આયુર્વેદિક દવા ઉપર સંપૂર્ણ વિશ્વાસ અને આસ્થા ધરાવે છે. આ કામના મુખ્ય સુત્રધારો દ્વારા સેલવાસ (દાદરા અને નગર હવેલી) ખાતે હર્બોગ્લોબલ ફાર્માસ્યુટીકલ લિમિટેડ નામની કંપની સ્થાપી તેમાં AMB Pharma પાસે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ સેલવાસ ખાતેથી લોન લાયસન્સ મેળવી તેઓના પોતાના જ મળતીયા માણસોના નામથી અમદાવાદ ચાંગોદર ખાતે શિવમ એન્ટરપ્રાઇઝ નામથી AMB Pharmaના સુપર સ્ટોકીસ્ટ તરીકે નિમણૂંક લઇ આબકારી અને નશાબંધી વિભાગ પાસેથી એસ.એ.-2 મુજબનુ લાયસન્સ મેળવી રાજયના અલગ અલગ જિલ્લાઓમાં ડીસ્ટ્રીબ્યુટરોની નિમણૂંક કરી સ્થાનિક કક્ષાએ ડીલરોની નિમણૂંક કરી એક સુઆયોજિત રીતેનુ રેકેટ ચલાવી રહેલ હતા. જેમાં તેઓ સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુકત આયુર્વેદિક દવાની આડમાં નશાયુકત પીણાનુ ઉત્પાદન કરી ગુજરાત રાજયમાં નશાબંધીની નીતિ વરેલી હોવાથી ગુજરાત રાજયને ટાર્ગેટ કરી છુટક પાનબીડીના ગલ્લા ઉપર તેનુ સરળતાથી વેચાણ કરી રહેલ હતા. જેમાં આ પ્રકારની આયુર્વેદિક પીણાની એક પણ બોટલ મેડીકલ સ્ટોર ઉપર વેચાણ કરતા ન હતા. આ રીતે તેઓ દારૂની અવેજમાં આયુર્વેદિક દવાની આડમાં નશાયુકત પીણાનો વેપાર કરી અઢળક અનૈતિક આવક મેળવતા હતા.

રહીમ ચાકી-પ્રતિનિધિ, દેવભૂમિ દ્વારકા


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: