Not Set/ 27 સપ્ટે.થી વિધાનસભાનું ટુંકાગાળાનું સત્ર,બે દિવસનાં સત્રમાં ચાર સરકારી બિલ રજૂ કરાશે : ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા

આ બાબતની જાણ થતાં વેપારી આલમમાં આશાનું કિરણ જોવા મળી રહ્યું છે.સત્રની શરૂઆતમાં 18 જેટલાં શોક પ્રસ્તાવ રજૂ કરાશે.એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

Top Stories Gujarat
pradipsinh 27 સપ્ટે.થી વિધાનસભાનું ટુંકાગાળાનું સત્ર,બે દિવસનાં સત્રમાં ચાર સરકારી બિલ રજૂ કરાશે : ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે.આગામી દિવસોમાં વિધાનસભા સત્ર શરૂ થવા જઈ રહ્યું હતું તેની તારીખની જાહેરાત ગમે તે ઘડીએ થશે તેની શક્યતા વચ્ચે આજરોજ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સત્તાવાર રીતે આગામી ૨૭ સપ્ટેમ્બરથી વિધાનસભા સત્ર શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે.તેમજ આ વિધાનસભા સત્ર બે દિવસનું રહેશે.

વિઝા / હવે ઇ વિઝાથી જ ભારતમાં અફઘાન નાગરિકોને એન્ટ્રી મળશે

વધુમાં ગૃહમંત્રી જાડેજાએ જાહેરાત કરી હતી કે ગુજરાત રાજ્ય વિધાનસભા સત્ર ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ સુધારા બીલ સહિત ચાર મહત્વના બિલ પસાર કરવામાં આવશે તે અંગે ફોડ પાડ્યો હતો. આ બાબતની જાણ થતાં વેપારી આલમમાં આશાનું કિરણ જોવા મળી રહ્યું છે.સત્રની શરૂઆતમાં 18 જેટલાં શોક પ્રસ્તાવ રજૂ કરાશે.એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

બળવો / પંજાબમાં કોંગ્રેસના ધારાસભ્યોના બળવાના લીધે કેપ્ટનની ખુરશી જોખમમાં ?

રાજ્યભરમાં કોરોના કાળ દરમિયાન વેપારીઓ મંદીનો સામનો કરી રહ્યા હતા.તેમ છતાં રાજ્યમાં જીએસટીની આવકમાં સૌથી વધારે નોંધવામાં આવી છે તે બાબત આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેર કરી હતી. જ્યારે વેપારીઓ આ સમયગાળા દરમિયાન મુશ્કેલી માંથી પસાર થયા હોવાના કારણે જીએસટી બીલ માં સુધારણા અંગેની ભલામણ કરી રહ્યા હતા. તેમજ આ અંગે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી.વેપારીઓની આ માગણીને ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકાર મહત્વના નિર્ણય લઈ શકે તેવા સંકેતો સૂત્રો પાસેથી પ્રાપ્ત થયા હતા.આજે આ જાહેરાત થતા તે બાબતને સત્તાવાર સમર્થન પ્રાપ્ત થયું છે.

મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ / 2 સપ્ટે.થી ધો.6 થી 8નાં ઓફલાઇન વર્ગો શરૂ કરાશે, શિક્ષણમંત્રીની જાહેરાત

 

majboor str 14 27 સપ્ટે.થી વિધાનસભાનું ટુંકાગાળાનું સત્ર,બે દિવસનાં સત્રમાં ચાર સરકારી બિલ રજૂ કરાશે : ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા