Not Set/ ક્રિકેટર હરભજન સિંઘ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો, સિદ્વુએ તસવીર શેર કરી….

હરભજન સિંહે આજે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ સાથે મુલાકાત કરી હતી. બંનેની મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે પંજાબમાં ચૂંટણી પ્રચાર તેજ થઈ રહ્યો છે.

Top Stories Sports

ક્રિકેટર હરભજન સિંહે આજે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ સાથે મુલાકાત કરી હતી. બંનેની મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે પંજાબમાં ચૂંટણી પ્રચાર તેજ થઈ રહ્યો છે. સિદ્ધુએ હરભજન સાથેની મુલાકાત બાદ તસવીર ટ્વીટ કરી અને તેની સાથે લખ્યું, “સંભાવનાઓથી ભરેલી તસવીર…. ચમકતા સ્ટાર ભજ્જી સાથે.” આ નિવેદન બાદ હરભજનના કોંગ્રેસમાં જોડાવાની અટકળો ચાલી રહી છે. જો કે હરભજન સિંહે રાજનીતિમાં જોડાવા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.હાલમાં જ હરભજન સિંહે ભાજપમાં જોડાવાની અટકળોને ફગાવી દીધી હતી. ટ્વિટર પર એક સમાચારને ટાંકીને તેણે તેને ‘ફેક ન્યૂઝ’ ગણાવ્યો.

પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આવી સ્થિતિમાં સત્તાધારી કોંગ્રેસનો પ્રયાસ મોટી હસ્તીઓને સામેલ કરવાનો છે. તાજેતરમાં પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલા પણ કોંગ્રેસમાં જોડાયા હતા.