Not Set/ અખંડ ભારતના શિલ્પી રત્ન સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલની આજે પૂણ્યતિથિ…….

આજે સરદાર પટેલની પૂણ્યતિથિ છે ત્યારે અમો ગર્વથી કહી શકીએ છીએ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે સરદારને યથોચિત્ત સાચું મહત્વ આપી દેશની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં બનાવી છે.

Mantavya Exclusive

ભારતના લોખંડી પુરૂષ, એકતા તેમજ અખંડિતતાના અનન્ય પ્રતીક, મહાન સ્વાતંત્ર્ય સેનાની અને મહાન લોકશાહી રાષ્ટ્ર ભારતના સર્વોત્તમ ભારત રત્ન સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલની આજે પૂણ્યતિથિ છે. 15મી ડિસેમ્બર 1950ના રોજ મુંબઇ ખાતે તેમનું નિધન થયું હતું. જેમના લોહીના ટીપે ટીપામાં રાષ્ટ્રની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર સમર્પણ ઘોળાયેલ હતું એવા મહાન સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં બનાવી તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને વર્તમાન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદારને યથોચિત્ત સર્વોત્તમ સન્માન આપવાના સ્તુત્ય નમ્ર પ્રયત્નો કર્યા છે .

સરદાર પટેલના પત્ની ઝાબેર બાનું 1909માં કેન્સરને કારણે અવસાન થયું હતું. ત્યારે વલ્લભભાઈ પટેલ કોર્ટમાં કેસ લડી રહ્યા હતા. તેને કોર્ટમાં જ પત્નીના મૃત્યુના સમાચાર મળ્યા. તે સમયે તેમની પુત્રી મણિ 4 વર્ષની હતી અને પુત્ર ડાહ્યા 3 વર્ષનો હતો. તેની પત્નીના મૃત્યુ પછી, તેના બાળકો અહીં અને ત્યાં રહેવાનું ચાલુ રાખ્યું. એ જ રીતે તેમનું શિક્ષણ અને ઉછેર પણ ચાલુ રહ્યું. તેની અસર બાળકો પર પણ પડી હતી. ક્યારેક તેમના બાળકો મોટા વિઠ્ઠલભાઈના ઘરે રહેતા તો ક્યારેક મુંબઈની મિશન સ્કૂલના બહેનની દેખરેખમાં તો ક્યારેક તેમના મિત્રની દેખરેખમાં.

તેમણે સામાન્ય રીતે ચાલી રહેલ વકીલાત તરીકે તેમની વકીલાત છોડી દીધી હતી. તેમની પુત્રીએ 1928 ની આસપાસ તેના પિતાના ઘરેલુ સહાયકની ભૂમિકામાં રહેવાનું શરૂ કર્યું. જો કે, તેણી જે જીવન જીવી રહી હતી. તેનામાં ઘણી એકલતા અને ઉદાસી હતી. અમુક સમયે તે તેમનામાં હતાશ થઈ જતી. એકલા રડ્યા તેને ઘણી ચિંતાઓ હતી. લગ્નની ચિંતા હતી. ચિંતા હતી કે પિતા તેને અને તેના ભાઈને છોડીને કોઈક સમયે જેલમાં જશે. પછી પિતા અને પુત્રી વચ્ચે કોમ્યુનિકેશન ગેપ પણ જોવા મળતો હતો.

આજે સરદાર પટેલની પૂણ્યતિથિ છે ત્યારે અમો ગર્વથી કહી શકીએ છીએ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે સરદારને યથોચિત્ત સાચું મહત્વ આપી દેશની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં બનાવી છે. આજે પણ સરદાર સાથે થયેલા અન્યાય અને અપમાનની વાતો સાંભળતા કે વાંચતાં દેશભક્ત લોકોનું લોહી ઉકળી ઉઠે છે. ભારત રત્ન એવોર્ડની શરૂઆત થઇ ત્યારે પહેલો એવોર્ડ 1954માં નહેરૂની સરકારે રાજગોપાલાચારીજી અને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને આપ્યો. ત્યારબાદ તુરંત જ 1955માં જવાહરલાલ નહેરુએ દલા તરવાડીની માફક જાતે જ ભારતરત્ન એવોર્ડ લઇ લીધો હતો અને સરદારને યાદ પણ કર્યા ન હતા. સરદાર પટેલ માટેના દ્વેષનો આ વારસો નહેરૂ પછીની પેઢીએ ત્યારબાદ પણ જાળવી રાખ્યો.

દેશના સંખ્યાબંધ વિદ્વાનોનું માનવું છે કે, દેશના પ્રથમ વડાપ્રધાન સરદાર બન્યા હોત તો ચીન, તિબેટ, નેપાળ, કાશ્મીર, પાકિસ્તાન સહિતની ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ ક્યારનોયે આવી ગયો હોત.આઝાદી ના 75 વર્ષ પછી પણ લોકો યાદ કરે છે કે ભારત રાષ્ટ્ર અને લોકશાહીના નિર્માણમાં સરદાર પટેલનું કેટલું મહાન યોગદાન હતું. તેમના નિર્ણયો હંમેશાં દીર્ઘદ્રષ્ટિવાળા અને દેશહિતના રહ્યા હતા માટે તેમને વારંવાર પ.નહેરુ સાથે વૈચારિક સંઘર્ષો પણ થતા રહ્યા હતા.

સરદાર કોંગ્રેસ પાર્ટીનું આખું સંગઠન ચલાવતા હતા. સરદાર વાસ્તવિકતાની સાથે પનારો પાડતા હતા અને જમીન સાથે જોડાયેલા હતા. જ્યારે પ. નહેરુ સમાજવાદની કલ્પનામાં રાચી દુનિયામાં કહેવાતા ગૂટ નિરપેક્ષ, તટસ્થ દેશોનો એક જુદો વૈશ્વિક ચોકો સ્થાપી ખુદ પોતાને તેના નેતાપદે આરૂઢ થવાના તરંગોમાં રાચતા હતા. દેશને પ.નહેરુના અવિચારી ભૂલ ભરેલા નિર્ણયોને કારણે ભારતને ઘણું નુકશાન થયું છે. પરંતુ સમગ્ર વિશ્વ સ્તરે ભારતનું નામ રોશન કરી આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વવાળી ભાજપ સરકારે દેશની આ નુકશાનીની ખોટ પૂરી કરીને સરદારને ઉચિત સન્માન મળે તે માટે સરદારની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ઊભી કરીને દેશવાસીઓ વતી સરદારને સાચી શ્રધ્ધાંજલી પાઠવી છે.