illusion/ રંગોથી ભરેલી આ દુનિયા છે રંગહીન, રંગબેરંગી દેખાવું એ ભ્રમ છે

હોળીમાં લોકો એકબીજા પર ગુલાલ ઉડાડીને ઉજવણી કરે છે. દરેક સજીવના જીવનમાં રંગોનુ અનોખુ મહત્વ રહેલુ છે. બે રંગ દુનીયા આપણને પસંદ નથી. ત્યારે આપણે આજે રંગોના રહસ્ય વિષે ચર્ચા કરીશુ…

Mantavya Exclusive
World is an Illusion

World is an Illusion: હોળી અને ધૂળેટી રંગોનો તહેવાર છે. હોળીમાં લોકો એકબીજા પર ગુલાલ ઉડાડીને ઉજવણી કરે છે. દરેક સજીવના જીવનમાં રંગોનુ અનોખુ મહત્વ રહેલુ છે. બે રંગ દુનીયા આપણને પસંદ નથી. ત્યારે આપણે આજે રંગોના રહસ્ય વિષે ચર્ચા કરીશુ.

રંગ અને પ્રકાશ વચ્ચે સીધો સબંધ છે. બન્ને આંખો બંધ કરીને ખોલીએ ત્યારે થોડીવાર આંખમાં અંધારા આવે છે. થોડીવાર પછી આંખો ખોલશો ત્યારે ધીરે-ધીરે બઘા રંગો દેખાશે. પ્રકાશ હોય ત્યારે જ રંગો દેખાય છે. તમારા મનમાં વિચાર આવતો હશે કે આવુ કેમ થાય છે? લોહચુંબક લોખંડને ખેંચે છે. કારણ કે તેમાંથી વિશેષ તરંગો નીકળે છે. આને વિજ્ઞાનની ભાષામાં ચુંબકીય તરંગો કહેવામાં આવે છે. એજ રીતે દરેક પદાર્થમાંથી કોઇપણ રીતે બીજા તરંગો નીકળે છે. તેને ઇલેક્ટ્રોમેગ્નેટીક વેવ કહેવામાં આવે છે. આપણે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જોઅએ છીએ તેને પ્રકાશ કહેવામાં આવે છે. ધરતી પર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનો સૌતી મોટો સોર્સ સૂર્ય છે. સૂર્યના સફેદ પ્રકાશમાં અબજો પ્રકારના રંગો હોય છે. ચેમાં સાત મુખ્ય રંગ હોય છે. તેમાં રીંગણી, જાંબુડી, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ રંગ સામેલ છે. બાકીના તમામ પ્રકાર આજ રંગોના શેડર્સ હોય છે.

રંગોથી ભરેલી આ દુનિયાની સૌથી ખાત વાત એ છે કે આ દુનિયા રંગહીન છે. અહીં કોઇ પણ વસ્તુનો પોતાનો કોઇ રંગ નથી. રંગબેરંગી દેખાવું એ પ્રકાશે બનાવેલો એક ભ્રમ છે. એક લાલ સફરજન છે. સફરજન લાલ સિવાયના તમામ રંગોને શોષી કે છે. તેથી, સફરજન લાલ રંગનુ દેખાય છે. સફરજન પ્રકાશના સાતમાંથી માત્ર છ રંગોને જ શોષે છે. જેના કારણે સફરજન તેને રિફ્લેક્ટ કરી દે છે. વાસ્તવમાં રિફ્લેક્ટ થઇ જવુ રંગની ખાસિયત નથી. પ્રકાશના કોઇ વસ્તુ સાથે ટકરાય પછી રંગનુ રિલેક્શન કે એબ્ઝોર્બશન એ વસ્તુમાં હાજર પિગમેન્ટના કારણે થાય છે. પિગમેન્ટર્સ એટલે કે કોઇ વસ્તુમાં હાજર એ પદાર્થ જે એ વસ્તુનો રંગ નક્કી કરે છે. લાલ સફરજનમાં એન્થોસાયનિન નામનુ પિગમેન્ટ હોય છે. જે બાકી રંગોને એબ્ઝર્બ કરીને લાલને રિફ્લેક્ટ કરે છે. એવુ જ કોઇ અન્ય વસ્તુ સાથે પણ થાય છે. માણસમાં પણ મેલાનીન નામનુ એક પિગમેન્ટ હોય છે. જેનાથી તેમના બોડીનો રંગ ગોરો કે કાળો દેખાય છે.

માણસની આંખો એક કરોડ સુંધીના રંગોને જોઇ શકે છે. આંખમાં રેનિનાની અંદર પ્રકાશની ઓળખ અને તેના પર પ્રતિક્રિયા કરવા માટે રોડ અને કોના નામના બે સેલ્સ હોય છે. પ્રકાશના આવવા પર એક્ટિંવ થનારા આ બન્ને સેલ્સને સામાન્ય ભાષમાં ફોટોરિસેપ્ટર કહેવાય છે. રોડ સેલ્સ ઓછા પ્રકાશમાં એક્ટિંવ થાય છે. જ્યારે કોન સેલ્સ વધુ પ્રકાશમાં એક્ટિવ થાય છે. એક સામાન્ય માણસની આંખમાં અંદાજીત 60 લાખ કોન સેલ્સ અને 1 કરોડ 10 લાખ રોડ સેલ્સ હોય છે. કોન સેલ્સમાં ફોટો પિંગમેન્ટર્સ એટલે રંગોની ઓળખ કરનાર મોલેક્યુલ હોય છે. આ મોલેક્યુલ લાલ, લીલો અને વાદળી એમ કુલ ત્રણ પ્રકારના હોય છે. આજ કારણ છેકે માણસની આંખ લાલ, લીલો અને વાદળી રંગોથી બનનારા લગભગ 1 કરોડ રંગોની ઓળખ કરી શકે છે. ઉદાહરણ તરીકે એક પાકેલુ લીંબુ દિવસે પીળુ દેખાય છે. તેનો અર્થએ થયો કે લીંબુ પીળા રંગને છોડીને બાકી તમામ રંગોને શોષી લેય છે. પીળો રંગ જેવો રિફ્લેક્ટ થઇને તમારી આંખોમાં પહોંચે છે. તો કોન સેલ્સમાં હાજર રેડ અને ગ્રીન મોલેક્યુલ એક્ટિંવ થઇ જાય છે. આવુ એટલા માટે કેમકે લાલ અને લીલો રંગ મળીને પીળો રંગ બને છે. આ પિગમેન્ટ્સ નસો દ્વારા મેસેજ બ્રેઇન સુધી પહોંચાડે છે. અને તેમને લીંબુનો રંગ પીળો દેખાય છે.

2352 વર્ષ પહેલા ગ્રીકના દાર્શનિક અરસ્તુએ દુનિયામાં પ્રથમ કલર થિયરી આપી હતી. તેમણે કહ્યુ કે રંગ આકાશીય કિરણો એટલે પ્રકાશના માધ્યમથી ભાગવાન દ્વારા મોકલાયા છે. જેનો સંબંધ પૃથ્વી, અગ્નિ, જળ અને વાયુ આ ચારેય તત્વો સાથે છે. રંગોને લઇને લાઇટ અને પ્રિઝન સાથે પ્રયોગ પછી બીજી થિયરી 1660 માં આઇઝેક ન્યુટને આપી હતી. 1704 માં પોતાના પુસ્તક ઓપ્ટિક્સમાં તેમણે જણાવ્યુ કે સુર્યના કિરણો 7 રંગોના મિશ્રણથી બનેલા છે. 1722 માં જર્મનીના પેઇન્ટર જેકબ ક્રિસ્ટોફ લે બ્લોને પોતાના પુસ્તક હાર્મની ઓફ કલરીંગ ઇન પેઇન્ટિંગ્સમાં રંગોને અલગ0અળગ કેટેગરીમાં વહેંચ્યા છે. મોર્ડન પેઇન્ટિંગમાં પ્રાઇમરી કલર્સને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ આરજીબી એટલેકે રેડ, ગ્રીન અને બ્યુ. તેમને એડિટિવ પ્રાઇમરી કલર કહે છે. જે મળીને સફેદ રંગ બને છે. આરવાયબી એટલે રેડ, યલો અને બ્લુને સબટ્રેક્ટીવ પ્રાઇમરી રંગ કહે છે. જે મળીને કાળો રંગ બને છે. આ રીતે કુલ ચાર રંગોને પ્રાઇમરી કલર્સ કહેવામાં આવે છે. પ્રાઇમરી કલર્સ એટલે કે જે કલર્સ અન્ય કલ્ર્સ સાથે મિક્સ કરતા નવો કલર બને છે.

માણસ અને કૂતરાની રંગ ઓળખવાની ક્ષમતા અલગ હોય છે. માણસથી ઉલટુ કુતરાના કોન સેલ્સમાં રંગોની ઓળખ કરવા માટે માત્ર બે કલર મોલેક્યુલ જ હોય છે. આના કારણે કૂતરા પીળા, બ્લુ અને તેના મિશ્રિત થાવાથી બનનારા રંગને જોઇ શકે છે. હવે પછી જ્યારે તમે તમારા કૂરા માટે લાલ કે ઓરેન્જ રંગના રમકડા ખરીદો તો ધ્યાન રાખો કે તેઓ આ રંગો જોઇ શક્તા નથી. કોઇ જાનવર કોઇ ચીજના કલરને કેટલા અંતરથી જોઇ શકે છે તે એ વાત પર નિર્ભર કરે છેકે તે રંગ કેટલો સંવેદનશીલ છે. અને બ્રેઇન કેટલી આસાનીથી તેને ઓળખ કરી શકે છે. બે કલર મોલેક્યલ હોવાના કારણે કૂતરા માણસોની તુલનામાં ઓછા રંગોની ઓળખ કરી શકે છે.

ગરોળીની આંખો રાતે માણસ કરતા 350 રંગ વધુ જૂએ છે. કોન સેલ્સના તિવ્ર પ્રકાશમાં એક્ટિવ હોવાથી માણસ ઓછા પ્રકાશમાં રંગોની ઓળખ કરી શક્તો નથી. ઓછા પ્રકાશમાં રોડ સેલ્સની મદદથી જોઇએ છીએ. તેમાં માત્ર એક પિગમેન્ટ હોય છે. આથી અંધારામાં રાખેલી ચીજો ગ્રે રંગની જોવા મળે છે. ગરોળી પાસે રાતે રંગોની ઓળખ કરવાની ક્ષમતા વધુ હોવાથી તે રાતે શિકાર કરે છે. માણસોની તુલનામાં ગરોળી રાતે રંગોની ઓળ કરવા માનલે 350 ગણી વધુ સંવેદનશીલ છે.

આકાશ વાદળી રંગના પ્રકાશના વિખેરાવાથી કે ફેલાવાના કારણે થાય છે. સૂર્યનો પ્રકાશ પૃથ્વીના વાયુમંડળ પર પડતા જ અહી રહેલા ગેસ અને ધૂળના કણો સાથે ટકરાઇને વિખેરાવા લાગે છે. જે રંગની વેવલેન્થ જેટલી ઓછી હોય છે એ એટલો જ ફેલાય છે. પ્રકાશમાં રહેલા અન્ય કોઇ રંગની તુલનામાં વાદળી રંગની વેવલેન્થ સૌથી ઓછી હોય છે. આ જ કારણે આખાશનો રંગ વાદળી જોવા મળે છે.

સાંઢ અને અન્ય તમામ ઢોરને લાલ રંગ બ્લાઇન્ડનેસ હોવાથી લાઇવ સાયન્સ અનુસાર આ એક ભ્રમ છેકે સાંઢ લાલ કપડુ જોઇને ભડકે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોંચવામાં સૌથી વધુ અંતર નક્કી કરે છે. તેના કારણે વાયુ મંડળમાં આવતા જ પ્રકાશમાં રહેલા બાકીના રંગ તો વિખેરાઇ જાય છે. લાલ રંગની વેવલેન્થ સૌથી વધુ હોવાથી ઉગતો અને આથમતો સૂર્ય લાલ રંગનો દેખાય છે. બપોરે સૂર્યના કિરણો સોથી ઓછુ અંતર કાપે છે. સૂર્યોદય તેમજ સૂર્યાસ્તના સમયે આ કિરણો વધુ અંતર કાપે છે.

અલગ-અલગ રંગ મૂડ બનાવે અને બગાડે છે

વાદળી – ક્રિએટીવ મૂ઼ડ

સફેદ- લિલ્મેટિક અને ઇન્ડિપેન્ડન્ટ દેખાવા માટે

કાળો – તાકાત, પાવર, દરજ્જાનુ પ્રતિક

લાલ- લવ, લસ્ટ, એક્શન

પિન્ક- અનકન્ડિશનલ લવની ઇસ્છા

પીળો- શીખવા અને ખુદના નોલેજને જાહેર કરવાની ઇસ્છા

બ્રાઉન- સિમ્પલ લાઇફ

ગ્રીન -ઇમાનદાર અને ફ્રેન્ડ

પર્પલ- પરફક્શનિસ્ટ

ગ્રે-કૂલ, શાંત અને વિશ્વસનીય દેખાવા માટે

દુનિયામાં સૌથી જુનો રંગ ગુલાબી છે. વિજ્ઞાનીઓને સહારાના રણની નીચે ખડકોમાં સંરક્ષિત લગભગ 1 અબજ વર્ષ જૂના બેક્ટેરિયાના જીવાશ્મિ મળ્યા હતા. જીવાશ્મિઓ ચળકતા ગુલાબી રંગના હતા. આ જ કોઇ જીવથી બનેલા દુનિયાનો સૌથી જૂનો જાણતો રંગે છે. કોઇ આર્ટમાં ઉપીયોગ થયેલો પ્રથમ રંગ લાલ હતો. તેનો ઉપીયોગ ગુફા ચિત્રો, રેખા અને ત્રિકોણ બનાવવામાં થયો હતો. 30 હજાર વર્ષ જૂના મધ્યપ્રદેશના ભીમ બેટકા રોક શેલ્ટર્સમાં પણ સૌથી વધુ ગેરૂ રંગના ચિત્રો જોવા મળે છે.

આ પણ વાંચો: Italy/ દુનિયાભરનાં વાતાવરણમાં અસામાન્ય બદલાવ

આ પણ વાંચો: Exclusive/ ભાજપ માટે ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય કેમ મહત્વપૂર્ણ?

આ પણ વાંચો: Swami Nithyananda/ ભારતના ભાગેડુ બળાત્કારી નિત્યાનંદના યુએનમાં દૂત, બન્યો આર્થિક ચર્ચાનો ભાગ