Not Set/ BJPના આ ધારાસભ્યની વધુ એકવાર લપસી જીભ, કહ્યું, “નહેરુ ન હતા પંડિત, ગાય અને ડુક્કરનું માસ ખાતા હતા”

નવી દિલ્હી, રાજસ્થાનના રામગઢ વિધાનસભા સીટ પરથી ભાજપના ધારાસભ્ય જ્ઞાનદેવ આહૂજા હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે હવે વધુ એકવાર તેઓની જીભ લપસી છે. ધારાસભ્ય જ્ઞાનદેવ આહૂજાએ આ વખતે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વિષે વિવાદિત આપ્યું છે અને તેઓના પંડિત હોવા અંગે સવાલો ઉભા કર્યા છે. #WATCH: BJP MLA […]

Top Stories India Trending
636552 ahujagyandev 122617 BJPના આ ધારાસભ્યની વધુ એકવાર લપસી જીભ, કહ્યું, "નહેરુ ન હતા પંડિત, ગાય અને ડુક્કરનું માસ ખાતા હતા"

નવી દિલ્હી,

રાજસ્થાનના રામગઢ વિધાનસભા સીટ પરથી ભાજપના ધારાસભ્ય જ્ઞાનદેવ આહૂજા હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે હવે વધુ એકવાર તેઓની જીભ લપસી છે.

ધારાસભ્ય જ્ઞાનદેવ આહૂજાએ આ વખતે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વિષે વિવાદિત આપ્યું છે અને તેઓના પંડિત હોવા અંગે સવાલો ઉભા કર્યા છે.

રામગઢ વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય આહૂજાએ નહેરુની ભોજન અંગે તર્ક આપ્યો હતો. આ અંગે નિવેદન આપતા તેઓએ કહ્યું, “જવાહરલાલ નહેરુ પંડિત ન હતા, કારણ કે તેઓ ગાય અને પીગ (ડુક્કર)નું માસ ખાતા હતા.

તેઓએ વધુમાં જણાવતા કહ્યું, ” જવાહરલાલ નહેરુ ગાય અને પીગ (ડુક્કર)નું માસ ખાતા હતા. ડુક્કર મુસલમાનો માટે એક પાપ છે પરંતુ ગાય અમારા માટે એક પવિત્ર છે. તેઓ પંડિત ન હતા.તેઓને પંડિત જવાહરલાલ નહેરુ કહીને બ્રાહ્મણ સાથે જોડવામાં આવ્યા છે”.

મહત્વનું છે કે, આ પહેલા રાજસ્થાનના ધારાસભ્ય જુદા-જુદા વિસ્તારોમાં થયેલી ગાયોની તસ્કરી અને મોબ લીન્ચિંગ અંગેની ઘટનાઓને લઇને પણ આપેલા નિવેદનને કારણે વિવાદ સર્જાઈ ચુક્યો છે. તેમજ તેઓએ જવાહરલાલ નહેરુ યુનિવર્સીટી (JNU)ને સેક્સ રેકેટનો અડ્ડો બતાવ્યો હતો અને કહ્યું હતું કે, “દેશમાં રેપની ઘટનાઓ માટે નહેરુ પરિવાર જ દોષી છે”.