Rajkot/ મોડીરાત્રે રૈયાણીની ઓડિયો ક્લિપ વિશે વાતો કરતાં હતા યુવાનો , આવી પહોંચ્યા ખુદ ધારાસભ્ય અને થઈ બબાલ

રાજકોટમાં રાત્રે નવેક વાગ્યાના આસપાસ સામાકાંઠે પાણીના ઘોડા પાસે ખોડલધામ અને એસપીજીના કેટલાક યુવાનો ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી જૂની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તે

Top Stories Gujarat
1

રાજકોટમાં રાત્રે નવેક વાગ્યાના આસપાસ સામાકાંઠે પાણીના ઘોડા પાસે ખોડલધામ અને એસપીજીના કેટલાક યુવાનો ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી જૂની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તે અંગે વાતો કરતા હતા. આ વખતે અરવિંદ રૈયાણી ત્યાં આવી પહોંચ્યા હતા અને ભારે માથાકૂટ સર્જાઇ હતી.આ ઘટનાની જાણ પોલીસ કમિશનરને કરવામાં આવતા એસપી સહિત સાત પોલીસ વાનો ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. તેમજ પાણીના ઘોડાવાળો ચોક્કસ અસર સીલ કરી દેવામાં આવ્યો હતો.આ દરમિયાન આઠ થી નવ યુવાનોને પોલીસ ચોકીએ લઈ જવામાં આવ્યા હતા.પટેલ આગેવાનો નરેશ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાનાં સમર્થનમાં નારેબાજી કરી તે પહેલા પરેશ લીમ્બાશીયા સહિત સાતની અટકાયત કરવામાં આવી હતી.

1

કૃષિ આંદોલન / દિલ્હીની સીમા પર હાલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ નહીં, ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું

આ ઘટનાની જાણકારી ભાજપના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન વલ્લભ દુધાત્રા ને થતા તેઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા.કેબિનેટ મિનિસ્ટર જયેશભાઇ રાદડીયાને પણ જાણ કરવામાં આવી હતી અને છેલ્લા અહેવાલ મુજબ તમામ પટેલ યુવાનોને પોલીસે અટકાયત કરી અને જવા દીધા છે. જો કે આ ઘટનાના પગલે સામાકાંઠા વિસ્તારમાં રહેતા પટેલ સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

1

Myanmar / મ્યાનમારમાં સત્તા પલટો, આંગ સાન સૂ ચી પર અનેક આરોપો, 15મી સુધી કસ્ટડીમાં

વળી એ બાબત ઉલ્લેખનીય છે કે આટલી મોટી ઘટના સર્જાઈ છતાં ભાજપના કોઈ આગેવાનો ત્યાં ઘટનાની સ્થિતિ નો તાગ મેળવવા પહોંચ્યા નહોતા.પરંતુ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે યુવાનોને બરાબર સબક શીખવવા માટે પણ વાત થયાની ચર્ચા છે. પરંતુ ઉચ્ચ કક્ષાએથી ભલામણ આવવાના કારણે તેના ઘેરા પ્રત્યાઘાતો પડે તેવી સંભાવના સર્જાતા તમામ યુવાનો ને મોડી રાત્રે 11: 30 આસપાસ છોડી દેવામાં આવ્યા હતા. અંગે વધુ બાબતોનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવી શકે છે.

Cricket / T-10 લીગમાં ક્રીસ ગેલનો કહર, 6ચોકકા અને 9 છક્કા સાથે શાનદાર 50

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…