Prison/ સાઉદી અરેબિયામાં યુવતીએ Tweet કરતાં મળી 34 વર્ષની જેલની સજા!જાણો…

સાઉદી અરેબિયાની સલમા અલ-શેબાબને 34 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સજા પુરી થયા બાદ સલમાને 34 વર્ષ માટે ટ્રાવેલ પ્રતિબંધનો પણ સામનો કરવો પડશે.

Top Stories World
7 28 સાઉદી અરેબિયામાં યુવતીએ Tweet કરતાં મળી 34 વર્ષની જેલની સજા!જાણો...

સાઉદી અરેબિયાની સલમા અલ-શેબાબને 34 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સજા પુરી થયા બાદ સલમાને 34 વર્ષ માટે ટ્રાવેલ પ્રતિબંધનો પણ સામનો કરવો પડશે. સલમા અલ-શેહબાબે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી સાઉદી મહિલાઓના અધિકારોને લઈને અનેક ટ્વિટ રિટ્વીટ કર્યા હતા. સલમાએ જેલમાં બંધ કાર્યકર્તા લુજૈન અલ-હથલોલ સહિત અન્ય ઘણી મહિલા કાર્યકરોની મુક્તિની હિમાયત કરી હતી. ડેઈલી મેલ અનુસાર, સાઉદી સરકારે તેના પર આરોપ લગાવ્યો કે સલમા ટ્વિટર દ્વારા લોકોમાં અશાંતિ ફેલાવવા માંગે છે, તેના ટ્વિટથી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.

સાઉદીની આતંકવાદ કોર્ટે તેને 34 વર્ષની જેલની સજા સંભળાવી હતી. સલમાને બે બાળકો છે. તેમાંથી એક 4 વર્ષનો અને બીજો 6 વર્ષનો છે. અગાઉ તેને 6 વર્ષની જેલની સજા થઈ હતી. પરંતુ સોમવારે સાઉદી ટેરરિઝમ કોર્ટે તેની સજા વધારીને 34 વર્ષ કરી દીધી હતી. એકવાર સલમાની આ સજા પૂરી થઈ જશે, ત્યારબાદ 34 વર્ષનો ટ્રાવેલ પ્રતિબંધ પણ લાગૂ થઈ જશે.જ્યારે કોર્ટે સલમાને સજા સંભળાવી ત્યારે તેના ટ્વિટ અને સોશિયલ મીડિયા એક્ટિવિટીની પણ વાત થઈ હતી. સલમાએ જેલમાં બંધ મહિલા કાર્યકર્તાઓની મુક્તિની માંગ કરી હતી, જેમાંથી અગ્રણી લુજૈન અલ-હથલોલ છે.

સલમાએ એક્ટિવિસ્ટ લુજૈન અલ-હથલોલની બહેન લીનાના ટ્વિટને રિટ્વીટ કર્યું હતું. આ ટ્વિટમાં લીનાએ તેની બહેન લુજૈન અલ-હથલોલને મુક્ત કરવાની માંગ કરી હતી. તે જ સમયે, સલમાએ સાઉદી સાથે અસંમત એવા કાર્યકરોની ટ્વિટ પણ રીટ્વીટ કરી હતી, જેઓ નિર્વાસિત જીવન જીવી રહ્યા છે

સલમાની જાન્યુઆરી 2021માં સાઉદી અરેબિયામાં ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તે રજાઓ માણવા આવી હતી. તે યુકેમાં રહેતી હતી અને લીડ્ઝ યુનિવર્સિટીમાંથી પીએચડી કરી રહી હતી. સલમા શિયા મુસ્લિમ છે.