Not Set/ પરિવારમાં મચ્યું ધમાસાણ, સાંસદે કહ્યું ભાજપ હારશે તો હું જવાબદાર નહીં

કાલોલ: ટિકીટની વાત આવે તો કોઇ કોઇનું નથી, એ વાત કાલોલ વિધાનસભા બેઠક માટે યથાર્થ ઠરી છે. કાલોલ વિધાનસભા બેઠક પર સાંસદે ટીકીટતો માંગી હતી પોતાની બીજી પત્ની માટે. પણ ટીકીટ મળી પહેલી પત્નીની પુત્રવધુને. આખી વાત જાણે એમ છે કે, પ્રભાત સિંહ ચૌહાણ પંચમહાલ(કાલોલ)ના સાંસદ છે. પ્રભાત સિંહ ચૌહાણના પહેલા પત્ની લીલા બહેન કે […]

Top Stories
prabhatsinh pratapsinh chauhan પરિવારમાં મચ્યું ધમાસાણ, સાંસદે કહ્યું ભાજપ હારશે તો હું જવાબદાર નહીં

કાલોલ:

ટિકીટની વાત આવે તો કોઇ કોઇનું નથી, એ વાત કાલોલ વિધાનસભા બેઠક માટે યથાર્થ ઠરી છે. કાલોલ વિધાનસભા બેઠક પર સાંસદે ટીકીટતો માંગી હતી પોતાની બીજી પત્ની માટે. પણ ટીકીટ મળી પહેલી પત્નીની પુત્રવધુને.

આખી વાત જાણે એમ છે કે, પ્રભાત સિંહ ચૌહાણ પંચમહાલ(કાલોલ)ના સાંસદ છે. પ્રભાત સિંહ ચૌહાણના પહેલા પત્ની લીલા બહેન કે જેમનો એક દિકરો પ્રવીણ અને પુત્રવધુ સુમન ચૌહાણ છે. લીલા બેનના મૃત્યુ પછી સાંસદ પ્રભાત સિંહ ચૌહાણે ‘કહેવાતા’ બીજા લગ્ન કર્યાં હતાં, જેમનું નામ છે, રંગેશ્વરી બેન. રંગેશ્વરી બેન અને પ્રભાત સિહને એક પુત્ર પણ છે. આ પરિવાર વચ્ચે એવું ઘમાસાણ મચ્યું કે જેનો મુદ્દો સીધો અમિત શાહ સુધી જઈ પહોંચ્યો.

પ્રભાત સિંહ ચૌહાણે તેમની કહેવાતી બીજી પત્ની રંગેશ્વરી બેન માટે અમિત શાહ પાસે ટિકીટ માંગી હતી, જે ટિકીટ પ્રભાત સિંહના પહેલા પત્નીના પુત્રવધુ એટલે સુમન ચૌહાણને મળતા પરિવાર વચ્ચે ખટરાગ મચી જવા પામ્યો છે.

આનું પરિણામ એ આવ્યું કે કહેવાતી બીજી પત્નીએ તેના સાંસદ પતિને એફબી પેજ પર ખુલ્લમ ખુલ્લી ચીમકી આપી દીધી, જે થોડા સમયમાં જ ડીલીટ કરી દિધી હતી. તો આ તરફ ઘરના ઝગડાથી પ્રભાતસિંહ મુંજાયા છે જેના લીધે તેમણે સીધો અમિત શાહને પત્ર લખી દિધો અને જણાવ્યું છે કે કાલોલથી ‘ભાજપ હારેતો હું જવાબદાર નહીં રહું.’