Not Set/ Google Chief સુંદર પિચાઈને મળ્યુ પ્રમોશન, જાણો શું મળી જવાબદારી

ભારતને ફરી એકવાર ગર્વ કરવાની તક મળી છે કારણ કે વિશ્વની સૌથી મોટી ટેકનિકલ કંપની ગૂગલનાં ભારતીય મૂળનાં સીઇઓ સુંદર પિચાઇની હવે ગૂગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટનાં સીઈઓની નિમણૂક કરવામાં આવી છે, ગૂગલનાં સહ-સ્થાપક લેરી પેજ અને સર્ગેઈ બ્રિને જાહેરાત કરી છે. અત્યાર સુધી આ જવાબદારી ગૂગલનાં સહ-સ્થાપક સર્ગેઈ બ્રિન સંભળાઇ રહ્યા હતા. I’m excited about […]

Top Stories World
images 77 Google Chief સુંદર પિચાઈને મળ્યુ પ્રમોશન, જાણો શું મળી જવાબદારી

ભારતને ફરી એકવાર ગર્વ કરવાની તક મળી છે કારણ કે વિશ્વની સૌથી મોટી ટેકનિકલ કંપની ગૂગલનાં ભારતીય મૂળનાં સીઇઓ સુંદર પિચાઇની હવે ગૂગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટનાં સીઈઓની નિમણૂક કરવામાં આવી છે, ગૂગલનાં સહ-સ્થાપક લેરી પેજ અને સર્ગેઈ બ્રિને જાહેરાત કરી છે. અત્યાર સુધી આ જવાબદારી ગૂગલનાં સહ-સ્થાપક સર્ગેઈ બ્રિન સંભળાઇ રહ્યા હતા.

આ વિશે ઘોષણા કરતાં બ્રિને કહ્યું હતું કે, હવે તેમને લાગે છે કે તેમણે તેમના પરિવારને સમય આપવો જોઈએ, તેથી તેઓ તેમની જવાબદારી સુંદરને સોંપે છે, જો કે બ્રિન બન્ને કંપનીનાં બોર્ડમાં રહેશે. ઉલ્લેખનીય છે કે 21 વર્ષ પહેલાં એટલે કે 1998માં ગૂગલની રચના થઈ હતી, ત્યારબાદ 2015 માં કંપનીમાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા અને અલ્ફાબેટને તેની પેરેન્ટ કંપની તરીકે બનાવવામાં આવી હતી, ગૂગલનો આજે વિશ્વની સૌથી મોટી કંપનીમાં સમાવેશ થાય છે. જ્યારે અલ્ફાબેટ વિવિધ કંપનીઓનું એક જૂથ છે જેણે સમય જતાં ઘણા ફેરફારો કર્યા છે, પિચાઈ હવે ગૂગલ અને અલ્ફાબેટ બન્નેનાં સીઈઓ બન્યા છે, પિચાઈ પણ અલ્ફાબેટનાં બોર્ડ ઓફ ડિરેક્ટર પણ બની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.