Political/ Aasam વિધાનસભા ચૂંટણી મેદાનમાં ઉતરશે RJD, તેજસ્વી યાદવએ ફુક્યું રણશિંગુ

દેશના પાંચ રાજ્યોની ચૂંટણી શરૂ થવા જઈ રહી છે ત્યારે આરજેડીએ અસમ વિધાનસભામાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો છે.આરજેડી અસમ વિધાનસભા ચૂંટણીમાં  પોતાની પાર્ટીના ઉમેદવાર ઉતારશે. આરજેડી નેતા તેજસ્વી યાદવ એ

Top Stories India
tejasvi yadav Aasam વિધાનસભા ચૂંટણી મેદાનમાં ઉતરશે RJD, તેજસ્વી યાદવએ ફુક્યું રણશિંગુ

દેશના પાંચ રાજ્યોની ચૂંટણી શરૂ થવા જઈ રહી છે ત્યારે આરજેડીએ અસમ વિધાનસભામાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો છે.આરજેડી અસમ વિધાનસભા ચૂંટણીમાં  પોતાની પાર્ટીના ઉમેદવાર ઉતારશે. આરજેડી નેતા તેજસ્વી યાદવ એ શનિવારે ખુદ આ વાતની જાહેરાત કરી છે. અસમ પ્રવાસ પર ગયેલા તેજસ્વીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યુ કે, અમારી પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી હતી અને અમે હવે વિસ્તાર કરવા ઈચ્છીએ છીએ. અસમ નોર્થ ઈસ્ટનો ગેટ-વે છે.

With Apology, Tejashwi Yadav Deflects Attacks On His Party, NDA Hits Out

Corona effect / રસી અને ટેસ્ટિંગ વધારો તેમજ વધુ સંક્રમણ હોય તે જિલ્લામાં રસીને પ્રાથમિકતા આપો : કેન્દ્રના નિર્દેશ

આ ઉપરાંત વધુમાંતેજસ્વીએ કહ્યુ કે, અસમમાં વિધાનસભા ચૂંટણી  લડવાનો નિર્ણય કર્યો છે. અમે ગઠબંધન વિશે કોંગ્રેસ સાથે ચર્ચા કરી છે અને અજમલ સાહેબ સાથે પણ વાત કરીશું. તેમણે કહ્યું કે, આપણા બધાની જવાબદારી બને છે કે અસમ સાથે જોડાયેલા જે મુદ્દા છે, જે સમસ્યાઓ છે, જન આકાંક્ષાઓ છે, તે મુદ્દાની સાથે અમે પણ જનતાની સાથે છીએ.

Left parties likely to have alliance with RJD for Bihar polls | India News,The Indian Express

Political / સીઆર.પાટીલ Vs કેજરીવાલ : ટ્વીટર પર વોર, કોણ કોના પર સવાર,કેજરીવાલે કર્યો કેવો પલટવાર

અહીં એ બાબત મહત્વની છે કે આરજેડી અસમ અને પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉતારવાની તૈયારી છે. આ બાબતે અસમમાં બદરુદ્દીન અઝમલ અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટીની સાથે આરજેડી ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે પાર્ટીએ બે વરિષ્ઠ નેતા અબ્દુલ બારી સિદ્દીકી અને શ્યામ રજકને પ્રભારી બનાવ્યા છે. બન્ને નેતા સતત અસમ અને પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. આ વચ્ચે શુક્રવારે અસમ-બંગાળ પ્રવાસે ગયેલા બિહારમાં વિપક્ષ નેતા તેજસ્વી યાદવે જાહેરાત કરી છે કે તેમની પાર્ટી અસમ વિધાનસભામાં ભાગ્ય અજમાવશે. હવે જોવાનું એ રહ્યું કે ચૂંટણીના પરિણામો બાદ તેમની પાર્ટી મજબૂતી પ્રાપ્ત કરે છે કે નહીં.