અમદાવાદ/ કોરોનાનાં વધતા કેસને જોતા જમાલપુર શાકમાર્કેટમાં આજથી ઓડ-ઇવન નિયમ લાગુ

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે. ખાસ કરીને રાજ્યનાં બે શહેરો અમદાવાદ અને સુરતમાં કોરોનાએ કહેર વરસાવ્યો છે.

Ahmedabad Top Stories Gujarat
cricket 26 કોરોનાનાં વધતા કેસને જોતા જમાલપુર શાકમાર્કેટમાં આજથી ઓડ-ઇવન નિયમ લાગુ
  • જમાલપુર શાકમાર્કેટમાં ઓડ ઇવન નિયમો લાગુ
  • આજથી ઓડ ઇવન પદ્ધતિથી ખુલશે શાક માર્કેટ
  • AMCએ APMCના વેપારીઓને આપ્યા આદેશ
  • પરિપત્ર મુજબ 40 ટકા દુકાનો જ ખોલી શકશે
  • માર્કેટમાં ભીડ એકઠી થતા લેવાયો નિર્ણય
  • માર્કેટમાં ભીડ જોવા મળી તો થશે કાર્યવાહી
  • જમાલપુરમાં 157 દુકાનોમાંથી 53 દુકાનો ખુલશે

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે. ખાસ કરીને રાજ્યનાં બે શહેરો અમદાવાદ અને સુરતમાં કોરોનાએ કહેર વરસાવ્યો છે. ત્યારે સરકાર દ્વારા કડક વલણ સ્વાભાવિક છે. અમદાવાદની જો વાત કરીએ તો અહી આવેલા જમાલપુર શાકમાર્કેટ વિસ્તારમાં આજથી ઓડ-ઇવન નિયમો લાગુ કરવામાં આવશે.

કોરોના વિસ્ફોટ / અડધી સદી તરફ કોરોના : 24 કલાકમાં જ ‌47,000 નવા કેસ જ્યારે 8 રાજયોની સ્થિતિ વણસી

શહેરમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. જેને લઇને તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયુ છે. સતત વધતા કેસને કાબુમાં મેળવવા માટે આજથી જમાલપુર શાકમાર્કેટ ઓડ-ઇવન નિયમો લાગુ કરવામા આવ્યા છે. આજથી હવે ઓડ-ઇવન પદ્ધતિથી શાકમાર્કેટ ખુલશે. AMC એ APMC નાં વેપારીઓને ઓડ-ઇવન પદ્ધતિથી દુકાનો ખોલવા માટેનો આદેશ આપ્યો છે. પરિપત્ર મુજબ 40 ટકા દુકાનો જ ખોલી શકાશે.

Crime: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સ ઝડપાયા

આપને જણાવી દઇએ કે, માર્કેટમાં સામાન્ય દિવસોમાં ભીડ એકઠી થતી હતી, જેને ઓછી અથવા નિયંત્રણમાં લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વળી AMC દ્વારા મળેલા આદેશ બાદ જો ભીડ એકઠી થાય છે તો કાર્યવાહી કરવામાં આવશે. આ આદેશ બાદ હવે જમાલપુરમાં 157 દુકાનોમાંથી 53 દુકાનો જ ખુલશે.

હનીટ્રેપ: વેપારીઓને હનીટ્રેપમાં ફસાવતી ગેંગ સામે વધુ એક ફરિયાદ, પૂર્વ પોલીસકર્મી પણ ગેંગમાં સામેલ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનાં નવા કેસ 1500 થી વધુ નોંધાયા છે. વળી આ સામે કોરોનાથી રિકવર થતા દર્દીઓની સંખ્યા 989 છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાનાં કેસ અમદાવાદમાં જ નોંધાયા છે. અહી 443 કેસ નોંધાયા છે. વળી રાજ્યમાં 24 કલાકમાં 7 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં કોરોનાનાં એેક્ટિવ કેસ 7,321 છે. ત્યારે હવે જોવાનુ રહ્યુ કે, ગુજરાત રાજ્ય કોરોના પર કાબુ કેટલા સમયમાં મેળવી શકે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ