Not Set/ ઓસ્ટ્રેલિયાના ગૃહમાં આ ભારતીયે ગીતા પર હાથ રાખી શપથ લીધા

ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના લો મેકર એટલે કે ધારાસભ્ય દીપક રાજે ગીતા પર હાથ રાખીને શપથ લીધા છે. આમ તો ઓસ્ટ્રલિયાના ગૃહમાં બાઈબલ પર હાથ રાખીને શપથ લેવામાં આવે છે.પરંતુ નિયમ પ્રમાણે અન્ય ધર્મના ગ્રંથ સાથે પણ શપથ લઈ શકાય છે. 30 વર્ષના દીપકે જણાવ્યું કે, મેં પહેલાથી જ ભગવદ્ ગીતા પર હાથ રાખીને શપથ લેવાનો […]

Top Stories World
arjnn ઓસ્ટ્રેલિયાના ગૃહમાં આ ભારતીયે ગીતા પર હાથ રાખી શપથ લીધા

ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના લો મેકર એટલે કે ધારાસભ્ય દીપક રાજે ગીતા પર હાથ રાખીને શપથ લીધા છે. આમ તો ઓસ્ટ્રલિયાના ગૃહમાં બાઈબલ પર હાથ રાખીને શપથ લેવામાં આવે છે.પરંતુ નિયમ પ્રમાણે અન્ય ધર્મના ગ્રંથ સાથે પણ શપથ લઈ શકાય છે.

30 વર્ષના દીપકે જણાવ્યું કે, મેં પહેલાથી જ ભગવદ્ ગીતા પર હાથ રાખીને શપથ લેવાનો નિર્ણય કર્યો હતો.મને મારા ધર્મ પ્રત્યે ઘણી આસ્થા છે.

ગીતા પર હાથ રાખી સોગંદ લેવાની મેં જ્યારે મારી ઈચ્છા વ્યક્ત કરી તો અધિકારીઓએ નિયમો ચેક કર્યા અને ત્યારબાદ નિયમ પ્રમાણે કોઈ પણ ધર્મના ગ્રંથ સાથે શપથ લઈ શકાય તેવી જાણ થઈ હતી. ત્યારબાદ મને કોઈ પણ પ્રકારના બંધન વિના મંજૂરી આપી દીધી હતી. શપથ લીધા બાદ ભગવદ્ ગીતાને મેં એસેમ્બલીને યાદગીરી તરીકે ભેટ આપી દીધી હતી.

દીપક રાજ પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં આવ્યા તે પછી પણ ભારતીય સંસ્કૃતિને ભૂલ્યા નથી. તેમણે ભારતીય સંસ્કૃતિને પ્રમોટ કરવા માટે ઘણા કાર્યક્રમો પણ કર્યા છે. કેનબરામાં ભારતના વિવિધ તહેવારોની ઉજવણીમાં ઓસ્ટ્રેલિયાના મંત્રીઓને પણ આમંત્રિત કર્યા હતા જેથી ભારતીય સંસ્કૃતિ વિશે વધુમાં વધુ લોકો જાણી શકે. દીપકે મંદિર અને ગુરુદ્વારા બનાવવા માટે યોગદાન આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.