Not Set/ 8 દિવસથી ગાયબ થયેલી માનસિક પીડિત યુવતીને કેવી રીતે મળ્યો પરિવાર,જાણો

મહેસાણા છુટા પડેલાં માતા-દીકરીને  ભેગા કરવામાં સોશિયલ મીડિયા  ફરી એકવાર ઉપયોગી સાબિત થયું છે.મહેસાણાની ઉનાવાની દરગાહ પર પુત્રી વિખુટી પડી જતા માતાનો જીવ અધ્ધર થઇ ગયો હતો પરંતું વોટ્સએપ અને સોશિયલ મીડિયાના બીજા પ્લેટફોર્મ પરથી તેનો ફોટો વાઇરલ કરવામાં આવતા આખરે તેનો મિલાપ માતા સાથે થયો હતો. મહેસાણાના ઉનાવા નજીક મીરાદાતાર દરગાહ પર માનસિક અને અંધ શ્રદ્ધાની […]

Top Stories
101010 8 દિવસથી ગાયબ થયેલી માનસિક પીડિત યુવતીને કેવી રીતે મળ્યો પરિવાર,જાણો

મહેસાણા

છુટા પડેલાં માતા-દીકરીને  ભેગા કરવામાં સોશિયલ મીડિયા  ફરી એકવાર ઉપયોગી સાબિત થયું છે.મહેસાણાની ઉનાવાની દરગાહ પર પુત્રી વિખુટી પડી જતા માતાનો જીવ અધ્ધર થઇ ગયો હતો પરંતું વોટ્સએપ અને સોશિયલ મીડિયાના બીજા પ્લેટફોર્મ પરથી તેનો ફોટો વાઇરલ કરવામાં આવતા આખરે તેનો મિલાપ માતા સાથે થયો હતો.

sapna 8 દિવસથી ગાયબ થયેલી માનસિક પીડિત યુવતીને કેવી રીતે મળ્યો પરિવાર,જાણો

મહેસાણાના ઉનાવા નજીક મીરાદાતાર દરગાહ પર માનસિક અને અંધ શ્રદ્ધાની બીમારીથી પીડાતી પુત્રીને સપનાને લઇને મંજુબહેન તેની બિમારી દુર કરવાના આશયથી આવ્યા હતા.રાજસ્થાનના ચિતોડગઢમાં રહેતા મંજુબહેન અને સપના લાંબો સમય દરગાહ પર રહ્યાં હતા. જો કે સપના દરગાહ પરથી ગુમ થઇ જતાં મંજુબહેનની હાલત ખરાબ થઇ હતી.મીરાદાતાર દરગાહ પર સપના તેની માતા સાથે ૬ મહિનાથી રહેતા હતા.આ દરમ્યાન હું મોઢું ધોઈને આવું છુ તેમ કહીને સપના તેની માતા સાથેથી વિખુટી પડી ગઈ. સપનાની માતાએ બહુ પ્રયત્ન કર્યો તેને શોધવાનો પણ આખરે વધુ દિવસ સુધી તેનો પત્તો ન લાગતા તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

mother 8 દિવસથી ગાયબ થયેલી માનસિક પીડિત યુવતીને કેવી રીતે મળ્યો પરિવાર,જાણો

સપના તેની માતાથી વિખુટી પડી હરતા ફરતા મોડાસાના ગઢા ગામે આવી પહોચી હતી.ગઢા ગામના એક ખેડૂતે તેને રસ્તા પર રોતા જોઇ હતી. ખેડૂતે તેને પૂછ્યું કે કેમ રોવે છે તો સપનાએ રાજસ્થાની ભાષામાં જવાબ આપ્યો.ખેડૂતે આ બાબત તેના પરિવાર સાથે ચર્ચા કરી અને તે બધાને દયાભાવ જાગી.ખેડૂતનો આ પરિવાર સપનાને દીકરીને જેમ રાખતો.

counsil 8 દિવસથી ગાયબ થયેલી માનસિક પીડિત યુવતીને કેવી રીતે મળ્યો પરિવાર,જાણો

આ ખેડુતના પરિવારે સપનાને મોડાસાની મહિલા સુરક્ષા કચેરીએ પહોંચાડી હતી. ત્યારબાદ સપનાને હેલ્પલાઇન અભયમને સોંપવામાં આવી.સપનાનો ફોટો પણ અભયમ દ્રારા વોટ્સએપ અને બીજા સોશિયલ મીડીયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો જેથી તેના પરિવારને શોધી શકાય.

સપનાનો ફોટો વાઇરલ થતા રાજસ્થાનના ચિતોડગઢમાં રહેતી  માતા સુધી પહોંચ્યો હતો.અભયમના કાર્યકરોએ સપનાની માતાને રાજસ્થાનના ચિતોડગઢથી મોડાસા બોલાવીને તેમની દીકરી પરત સોંપી હતી.

ઉલ્લેખનીય છે કે સપનાની માનસિક હાલત સરખી ન હોવાને લઈને ઉનાવાની  મીરાદાતાર દરગાહ પર આવ્યા હતા. માનસિક સ્વસ્થ દેખાતી સપના જ્યારે કેમેરા સામે આવી ત્યારે તે માનસિકતા ગુમાવી ગમે તેમ બોલવા લાગી હતી. 181 અભયમ ટીમે પણ માનવતા દાખવવા બદલ ગઢ ગામના પરિવારનો  આભાર વ્યક્ત કર્યો હતો અને સપનાને તેની માતાને સોંપી હતી.