Not Set/ અનાથ, દિવ્યાંગ અને શહીદના સંતાનોની ફી ભરશે રાજ્ય સરકાર : સીએમ રૂપાણી

અમદાવાદમાં શુક્રવારે જીએમડીસી મેદાન ખાતે એજ્યુકેશન ફેર યોજાયો હતો.આ એજ્યુકેશન ફેરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ હાજરી આપી હતી.વિજયભાઈ રૂપાનીએ રાજ્યના અનાથ,વિધવા માતાના સંતાનો,દીવ્યંગો અને આર્મી અને પોલીસના શહીદ જવાનોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે રાહત  આપવાની જાહેરાત કરી છે. વધુમાં તેમણે કહ્યું કે દર વર્ષે ૨૫૦૦ વિદ્યાર્થીઓની ૫ લાખ સુધીની અભ્યાસને લગતી […]

Top Stories
rupani education 1 151756 અનાથ, દિવ્યાંગ અને શહીદના સંતાનોની ફી ભરશે રાજ્ય સરકાર : સીએમ રૂપાણી

અમદાવાદમાં શુક્રવારે જીએમડીસી મેદાન ખાતે એજ્યુકેશન ફેર યોજાયો હતો.આ એજ્યુકેશન ફેરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ હાજરી આપી હતી.વિજયભાઈ રૂપાનીએ રાજ્યના અનાથ,વિધવા માતાના સંતાનો,દીવ્યંગો અને આર્મી અને પોલીસના શહીદ જવાનોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે રાહત  આપવાની જાહેરાત કરી છે.

વધુમાં તેમણે કહ્યું કે દર વર્ષે ૨૫૦૦ વિદ્યાર્થીઓની ૫ લાખ સુધીની અભ્યાસને લગતી ફી રાજ્ય સરકાર ભરશે.આ માટે મેડીકલ ,સેલ્ફ ફાયનાન્સ અને એન્જીનીયરીંગનો ખર્ચો પણ સરકાર ઉઠાવશે.

મહત્વનું છે કે રાજયના શિક્ષણ વિભાગે યોજેલો ગ્રાન્ડ એજ્યુકેશન ફેર કાર્યક્રમમાં શરૂઆતમાં જ ફી રાહતની જાહેરાત સીએમ વિજયભાઈ રૂપાણીએ  કરી હતી.