Not Set/ ખાલિસ્તાની સંગઠન ‘Sikhs for Justice’ની એપ્સ અને વેબસાઈટ્સ બ્લોક કરી

સૂચના અને પ્રસારણ મંત્રાલયે ‘પંજાબ પોલિટિક્સ ટીવી’ની એપ્સ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.

Top Stories India
Anurag

કેન્દ્ર સરકારે ખાલિસ્તાની સંગઠન ‘શિખ્સ ફોર જસ્ટિસ’ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. સરકારે ‘Sikhs for Justice’ ને લગતી એપ અને વેબસાઈટને બ્લોક કરી દીધી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે ‘પંજાબ પોલિટિક્સ ટીવી’ની એપ્સ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો:દિગ્વિજય સિંહ માટે લાલુ યાદવની ચિંતા, કહ્યું, ખબર નથી તેમને ક્યારે મળશે ન્યાય

મંત્રાલય કહે છે, “ગુપ્તચર માહિતી સૂચવે છે કે આ ચેનલ ઑનલાઇન મીડિયાનો ઉપયોગ કરીને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. આ કારણે, સૂચના અને પ્રસારણ મંત્રાલયે IT નિયમો હેઠળ ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને પંજાબ પોલિટિક્સ ટીવીના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મને અવરોધિત કરવાનો નિર્ણય લીધો છે.

શીખ્સ ફોર જસ્ટિસ નામના સંગઠન પર અલગતાવાદી ગતિવિધિઓને આગળ ધપાવવાનો આરોપ છે. થોડા સમય પહેલા લુધિયાણા કોર્ટમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં પણ આ સંગઠનનું નામ સામે આવ્યું હતું. આ સિવાય પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામી હોવાના મામલામાં પણ આ સંગઠનની ચર્ચા થઈ હતી.

આ સંગઠન તરફથી પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક સંબંધિત કેસના વકીલોને ધમકીઓ મળી રહી હોવાની ચર્ચા હતી. એટલું જ નહીં ખાલિસ્તાનના સમર્થનમાં જનમત સંગ્રહ કરાવવાના મામલે બ્રિટન સહિત ઘણા દેશોમાં આ સંગઠનનું નામ પણ સામે આવ્યું હતું.

આ પણ વાંચો:ભારતીયોને પરત લાવવા એર ઇન્ડિયાની ફલાઇટ યુક્રેન જવા રવાના….

આ પણ વાંચો:જાન લઈને પરત ફરી રહેલા જાનૈયાઓની ગાડીને નડ્યો અકસ્માત, 14 લોકોના મોત