Not Set/ પૂર્વ ક્રિકેટર ગંભીરને લાગ્યો ઝટકો, રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં છેતરપિંડી મામલે કોર્ટે રજૂ કર્યું વોરંટ

 નવી દિલ્હી, તાજેતરમાં જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરનારા ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. દિલ્હીની એક કોર્ટ દ્વારા ગંભીરને એક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદનારાઓ સાથે કથિત રીતે છેતરપિંડી કરી હોવાના મામલે વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા કોર્ટ દ્વારા ગૌતમ ગંભીરને સતત સમન મોકલવામાં […]

Top Stories Trending Sports
672359 642144 gautam gambhir પૂર્વ ક્રિકેટર ગંભીરને લાગ્યો ઝટકો, રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં છેતરપિંડી મામલે કોર્ટે રજૂ કર્યું વોરંટ

 નવી દિલ્હી,

તાજેતરમાં જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરનારા ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

દિલ્હીની એક કોર્ટ દ્વારા ગંભીરને એક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદનારાઓ સાથે કથિત રીતે છેતરપિંડી કરી હોવાના મામલે વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પહેલા કોર્ટ દ્વારા ગૌતમ ગંભીરને સતત સમન મોકલવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ તેઓ હાજર ન રહ્યા બાદ હવે આ વોરંટ જાહેર કરાયું છે.

gautam gambhir પૂર્વ ક્રિકેટર ગંભીરને લાગ્યો ઝટકો, રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં છેતરપિંડી મામલે કોર્ટે રજૂ કર્યું વોરંટ
sports-delhi-court-issues-warrant-gautam-gambhir-real-estate-fraud

છેતરપિંડી અંગે કરવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ૧૭ ફ્લેટ ખરીદારો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેઓએ વર્ષ ૨૦૧૧માં ગાજિયાબાદના ઇન્દિરાપુરમ ક્ષેત્રમાં આવનારા એક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં ફ્લેટના બુકિંગને લઈ ૧.૯૮ કરોડ રૂપિયા આપ્યા હતા, પરંતુ અત્યારસુધી આ પ્રોજેક્ટ શરુ થયો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડકપ વિનિંગ ટીમના હીરો ગંભીર રુદ્ર બિલ્ડવેલ રિયાલિટી પ્રાઈવેટ લિમિટેડ અને H R ઇન્ફ્રાસિટી પ્રાઈવેટ લિમિટેડના સયુંક્ત પ્રોજેક્ટના ડાયરેક્ટર અને બ્રાંડ એમ્બેસેડર હતા.

આ પહેલા હાઉસિંગ એપાર્ટમેન્ટ બુક કરવા માટેના નામ પર લોકો પાસેથી ૧.૯૮ કરોડ રૂપિયાનું સ્કેમ કરાયા હોવાના આરોપમાં ૨૦૧૬માં મામલો દાખલ કરાયો હતો.