Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ઉમેદવાર અમિત શાહે આજે તેમના મતવિસ્તારમાં સાણંદથી રોડ શોનો આરંભ કર્યો છે ત્યારે તેમણે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે 400 પાર બેઠકોને લઈ સવાલ કરાયો તો આત્મવિશ્વાસ સાથે 400 પાર બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બાદમાં તેમણે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે વિપક્ષ કહી રહ્યું છે કે ભાજપ હિંદુત્વના નામે વોટ લઈ રહ્યું છે… તો કેન્દ્રીય ગૃહમંત્રીએ પ્રત્યુત્તર આપતા કહ્યું કે, એમણે કોણ રોકે? રામજન્મ ભૂમિ ઉપર ભગવાન શ્રીરામની પ્રાણ-પ્રતિષ્ઠા થતી. વિપક્ષને નિમંત્રણ મળ્યું અને જેમણે રામ ભગવાનની પ્રાણ-પ્રતિષ્ઠામાં જવાનો સમય ન હોય તે રામના ભક્તોની વોટની આશા કઈ રીતે રાખી શકે?
જ્યારે અમિત શાહને લોકસભા બેઠક અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમાં પણ 26 બેઠકો જીતવાની આશા વ્યક્ત કરી હતી. આ વખતે 26 બેઠકો વધુ બહુમતી સાથે જીતવા ગુજરાતના લોકોને વિનંતી કરી હતી.
આ પણ વાંચો:તિથલનો દરિયો કિનારો બંધ કરાયો, ઊંચા મોજા ઉછળવાની શક્યતા
આ પણ વાંચો:ગુજરાતમાં હજું લોકોએ ગરમીનો અનુભવ કરવો પડશે, સૂરજ દાદા કોપાયમાન
આ પણ વાંચો:વડોદરામાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત
આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના મતવિસ્તારમાં રોડ શો કરશે