surat news/ 20 વર્ષ પહેલાના સાડી પોલિસીંગ મામલાની છેતરપિંડીના ગુનાનો પોલીસે ઉકેલ્યો ભેદ, આરોપીની કરી ધરપકડ

સુરતમાં સાડી પોલિસીંગની મજૂરીના પૈસા વેપારીએ નહીં ચૂકવતા 9.47 લાખની સાડીનો જથ્થો સગે વગે કર્યાની ઘટના સામે આવી હતી.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 05 01T151555.150 20 વર્ષ પહેલાના સાડી પોલિસીંગ મામલાની છેતરપિંડીના ગુનાનો પોલીસે ઉકેલ્યો ભેદ, આરોપીની કરી ધરપકડ

@ Kevat pooja

સુરતમાં સાડી પોલિસીંગની મજૂરીના પૈસા વેપારીએ નહીં ચૂકવતા 9.47 લાખની સાડીનો જથ્થો સગે વગે કર્યાની ઘટના સામે આવી હતી, આજથી ૨૦ વર્ષ પહેલાં સાડી સગેવગે કરનારને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે, અરોપી પોલીસ પકડ થી બચવા હનુમાન મંદિરનો પૂજારી બની ગયો હતો, પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી જેમા જાણવા મળ્યું હતું કે હાલ આરોપી સુરત ખાતે ભાઈને મળવા અવી રહ્યો છે, જે બાતમીના આધારે એસઓજી પોલીસે આરોપીની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

સુરત એસઓજીને વધુ એક સફળતા મળી છે, સુરત એસઓજી પોલીસે ૨૦ વર્ષ પહેલાં સાડી સગેવગે કરી ફરાર આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે, ભેરુદાસ વૈષ્ણવ સુરતમાં સાડીના કામ કાજ સાથે સંળાયેલો હતો, અને ૨૦ વર્ષ પહેલા સાડી પોલિસીંગનું કામ કરતો હતો, બાદ સાડી પોલિસીંગની મજૂરીના પૈસા વેપારીએ નહીં ચૂકવતા 9,47,000 ની સાડીઓ સગે વગે કરી ફરાર થય ગયો હતો. ત્યારબાદ હનુમાન મંદિરમાં ભેરુદાસ વૈષ્ણવ પોલીસ પકડથી દુર રહેવા પૂજારી બની ગયો હતો, આ મામલે સલાબતપૂરા પોલીસ સ્ટેશનમાં 20 વર્ષ પહેલા ફરિયાદ નોંધાઈ હતી, આરોપી ભેરુદાસ વૈષ્ણવ 20 વર્ષથી પોલીસની નજર ચૂકવી નાસ્તો ફરતો હતો, જેને પકડી પાડવા એસઓજી પોલીસે કમર કસી હતી અને ભેરુદાસ વૈષ્ણવને ઝડપી પાડવા ટીમ વર્કઆઉટમાં હતી જ્યાં પોલીસને બાતમી મળી હતી કે ભેરુદાસ વૈષ્ણવ હાલ સુરત ખાતે તેના ભાઈને મળવા આવ્યો છે, જે બાતમીના આધારે એસઓજી પોલીસે ભેરુદાસ વૈષ્ણવની સુરત ખાતેથી ઝડપી પાડી સાલબતપૂરા પોલીસ મથકમાં નોંધાયેલા ૨૦ વર્ષ પહેલા ગુનાનો ભેદ ઉકેલી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરીની લોકસભા બેઠકની ચૂંટણીની તારીખોમાં કરાયો ફેરફાર

આ પણ વાંચો:હેમંત સોરેનની જમાનત અરજી પર આજે PMLA કોર્ટમાં થશે સુનાવણી, જમીન કૌભાંડ કેસ સંબંધિત વિવાદ

આ પણ વાંચો:બંનેમા વાસના હતી, પરંતુ માત્ર છોકરો બલિનો બકરો બન્યો,POCSO કેસમાં હાઈકોર્ટે આ શું કહ્યું ?

આ પણ વાંચો:ચૂંટણી પંચે બે તબક્કાના મતદાનના સચોટ આંકડા જાહેર કર્યા, મતદાનની ટકાવારી વધી