નવી દિલ્હી/ બેંગ્લોરથી પટના જઈ રહેલી ગો ફર્સ્ટ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 139 મુસાફરો હતા સવાર

બેંગ્લોરથી પટના જઈ રહેલી ગો ફર્સ્ટ ફ્લાઈટનું નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.

Top Stories India
ઈમરજન્સી લેન્ડિંગ

બેંગ્લોરથી પટના જઈ રહેલી ગો ફર્સ્ટ ફ્લાઈટનું નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ફ્લાઇટમાં 139 મુસાફરો હતા. એક અધિકારીએ માહિતી આપી હતી કે ટેકનિકલ કારણોસર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો :કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતો માટે કરી આ જાહેરાત જાણો…

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ એરપોર્ટ ડાયરેક્ટર આબિદ રૂહીને ટાંકીને જણાવ્યું હતું કે, “પાયલોટે નાગપુર એટીસીનો સંપર્ક કરીને જણાવ્યુ કે એરક્રાફ્ટના એક એન્જિનમાં સમસ્યા આવી રહી છે અને તેણે નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગની વિનંતી કરી.” રનવે, ફાયર બ્રિગેડ, ડોકટરો, એમ્બ્યુલન્સ અને પોલીસ સાથે સંકલનની જરૂરિયાત સહિત સંપૂર્ણ કટોકટી તરીકે જાહેર કરીને તમામ જરૂરી વ્યવસ્થા કરી હતી. સદનસીબે પ્લેન સુરક્ષિત લેન્ડ થયું હતું.

ન્યૂઝ એજન્સી ANIએ ગો ફર્સ્ટના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું હતું કે, “બેંગ્લોરથી પટના જતી ગો ફર્સ્ટ ફ્લાઈટના કોકપિટમાં ખામીયુક્ત એન્જિનની ચેતવણી બાદ નાગપુર તરફ વાળવામાં આવ્યું હતું, જેના કારણે કેપ્ટને સાવચેતી તરીકે એન્જિન બંધ કરી દીધું હતું. આ પછી કેપ્ટને પ્લેનને નાગપુર એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવ્યું.

આ પણ વાંચો :ઓડિશાની આદિવાસી શાળામાં કોરોનાનો કહેર, 26 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત…

તેમણે એમ પણ કહ્યું, ‘તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા છે અને નાસ્તો આપવામાં આવ્યો છે. મુસાફરોને પટના મોકલવા માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફ્લાઇટ સાંજે 4.45 કલાકે પટના માટે ઉપડશે. એન્જિનિયરિંગ ટીમ વિમાનની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :વિદેશથી મુંબઈ આવનારાઓએ જિનેટિક સિક્વન્સિંગ ટેસ્ટ કરવો પડશે

આ પણ વાંચો :પરમબીર સિંહને CID ઓફિસમાં બોલાવવામાં આવ્યા,નિવેદન નોંધવામાં આવશે!

આ પણ વાંચો : ખેડૂતોએ સંસદ સુધી ટ્રેકટર માર્ચને સ્થગિત કરવાનો લીધો નિર્ણય…