એર ઇન્ડિયાનાં પાયલોટ પણ કોરોના વાયરસનો ભોગ બન્યા છે. મલી રહેલી માહિતી અનુસાર, એર ઇન્ડિયાનાં 5 પાયલોટ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ઉડાનનાં 72 કલાક પહેલા કરવામાં આવેલી તપાસમાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યુ હતું.
આ તમામ પાયલોટ મુંબઇમાં છે અને પોઝિટિવ મળી આવ્યા બાદ તેમને યોગ્ય તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. એર ઇન્ડિયાનાં સુત્રોએ જણાવ્યું હતું કે, આ પાયલોટ કેટલાક દિવસો પહેલા કાર્ગો વિમાન સાથે ચીન ગયા હતા. આપને જણાવી દઇએ કે, એર ઇન્ડિયાનાં પાંચ પાયલોટ એક એવા સમયે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે વિદેશમાં ફસાયેલા લોકોને લાવવા માટે મહત્વપૂર્ણ ‘વંદે ભારત મિશન’ ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, એર ઇન્ડિયાનાં પાયલોટ પણ કોરોના લોકડાઉન વચ્ચે દેશનાં દૂરનાં વિસ્તારોમાં જરૂરી ચીજવસ્તુઓ અને દવાઓ પહોંચાડવાની જવાબદારી સંભાળી રહ્યા છે.
5 pilots of Air India found #COVID19 positive, during the pre-flight COVID test which is carried out 72 hours before they are rostered for flight duties. All of them are asymptomatic and based in Mumbai. They had undertaken cargo flights to China: Air India Sources pic.twitter.com/Pe3c0ezMWq
— ANI (@ANI) May 10, 2020
જણાવી દઈએ કે વંદે ભારત મિશન અંતર્ગત વિદેશથી ભારતીયોનાં એર ઇન્ડિયા વિમાન પરત આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 800 થી વધુ ભારતીય વતન પરત ફર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.