Not Set/ મિશન કાશ્મીર : દિલ્હી એરપોર્ટથી શ્રીનગર માટે ફ્લાઇટમાં સવાર થયા રાહુલ ગાંધી, વિપક્ષ નેતા પણ છે સાથે

રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિવિધ વિરોધી પક્ષોના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ જમ્મુ-કાશ્મીરના લોકોને મળવા શ્રીનગર જવા રવાના થવાનું છે. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યા બાદ અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યા બાદ શ્રીનગર સહિત કેટલાક શહેરોમાં પ્રતિબંધો લાગેલા છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે વિપક્ષી નેતાઓને શાંતિ બનાવવામાં મદદ કરવા જણાવ્યું છે. કેટલાક નેતાઓ દિલ્હી […]

Top Stories India
aaaaaammp 2 મિશન કાશ્મીર : દિલ્હી એરપોર્ટથી શ્રીનગર માટે ફ્લાઇટમાં સવાર થયા રાહુલ ગાંધી, વિપક્ષ નેતા પણ છે સાથે

રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિવિધ વિરોધી પક્ષોના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ જમ્મુ-કાશ્મીરના લોકોને મળવા શ્રીનગર જવા રવાના થવાનું છે. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યા બાદ અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યા બાદ શ્રીનગર સહિત કેટલાક શહેરોમાં પ્રતિબંધો લાગેલા છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે વિપક્ષી નેતાઓને શાંતિ બનાવવામાં મદદ કરવા જણાવ્યું છે. કેટલાક નેતાઓ દિલ્હી એરપોર્ટ પહોંચ્યા છે.

ફ્લાઇટમાં સવાર થ્ય રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી શ્રીનગરની ફ્લાઇટમાં સવાર થયા છે. તેમની સાથે જમ્મુ-કાશ્મીર વિરોધી પક્ષોનું પ્રતિનિધિમંડળ પણ છે.

રાહુલ ગાંધી શ્રીનગર માટે રવાના  

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમના દિલ્હી નિવાસસ્થાનથી નીકળી ગયા છે. વિરોધી પક્ષોના પ્રતિનિધિમંડળ સાથે તેઓ આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે.

મજિદ મેમન બોલ્યા કે અમારો ઉદ્દેશ ખલેલ પહોંચાડવાનો નથી

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા મજિદ મેમને કહ્યું કે અમારો ઉદ્દેશ ક્યાંય જવું અને ખલેલ પહોંચાડવાનો નથી, અમે સરકારની વિરુદ્ધ નથી જઈ રહ્યા. તેમણે કહ્યું કે અમે સરકારના સમર્થનમાં જઈ રહ્યા છીએ જેથી અમે પણ સમજાવી શકીએ કે શું કરી શકાય.

હાલત સામાન્ય છે તો રાજનીતિક નેતા કેમ છે નજરબંધ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે એક તરફ સરકાર કહે છે કે પરિસ્થિતિ સામાન્ય છે, બીજી બાજુ તેઓ કોઈને પણ જવા દેતા નથી. આઝાદે સવાલ ઉઠાવ્યો કે જો હાલત સામાન્ય છે તો રાજકીય નેતાઓ નજરકેદ કેમ છે?

આ વિપક્ષ નેતા જશે કાશ્મીર

વિપક્ષના પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના રાહુલ ગાંધી, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, માકપાથી સીતારામ યેચુરી, ભાકપાના ડી. રાજા, ડીએમએમકે ટી સીવા, રાજદના મનોજ ઝા અને તૃળમૂલથી દિનેશ ત્રિવેદી સામેલ થશે. શુક્રવારની સાંજે સિનિયર કોંગ્રેસના નેતાઓની બેઠકોમાં આ મુદ્દે ચર્ચા-વિચારણા થઈ.

 સરકારે નેતાઓને નથી આપી ખીણ આવની મંજૂરી

કલમ  370 નાબૂદ થયા પછી સરકારે કોઈ નેતાને કાશ્મીર ખીણમાં પ્રવેશવાની મંજૂરી આપી નથી. પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી સહિતના પ્રાદેશિક પક્ષોના નેતાઓ પણ નજરકેદ હેઠળ છે. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને શ્રીનગર અને જમ્મુ એરપોર્ટથી બે વાર પરત આવ્યા છે. ડી.રાજાને પણ શ્રીનગર એરપોર્ટથી પરત મોકલવામાં આવ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.