Not Set/ ગૃહમંત્રી અમિત શાહને ફરી એઈમ્સમાં કરાયા દાખલ, જાણો શું છે કારણ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને બપોરે 2 વાગ્યે એઈમ્સનાં ઓલ્ડ પ્રાઈવેટ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને શ્વાસની તકલીફ હોવાનું જણાવાયું છે. આ કારણે એઈમ્સનાં ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાનાં નેતૃત્વ હેઠળ તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહને કોરોના વાયરસ […]

India
c795036353ce362b3796c371bc4fc263 ગૃહમંત્રી અમિત શાહને ફરી એઈમ્સમાં કરાયા દાખલ, જાણો શું છે કારણ
c795036353ce362b3796c371bc4fc263 ગૃહમંત્રી અમિત શાહને ફરી એઈમ્સમાં કરાયા દાખલ, જાણો શું છે કારણ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને બપોરે 2 વાગ્યે એઈમ્સનાં ઓલ્ડ પ્રાઈવેટ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને શ્વાસની તકલીફ હોવાનું જણાવાયું છે. આ કારણે એઈમ્સનાં ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાનાં નેતૃત્વ હેઠળ તેમની સારવાર કરવામાં આવી રહી છે.

આ પહેલા ગૃહમંત્રી અમિત શાહને કોરોના વાયરસ થયો હોવાથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ગત સપ્તાહે 14 ઓગસ્ટે આ ચેપને હરાવવામાં સફળ રહ્યા હતા. તેમણે પોતે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી. શુક્રવારે સાંજે 5.8૦ વાગ્યે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ પછી, ડોક્ટર્સની સલાહ મુજબ તેઓ પોતાના સ્વાસ્થ્યનું ધઅયાન રાખી રહ્યા છે.

આ પણ વાંચો- #CoronaIndia/ દેશમાં કોરોનાનાં કુલ કેસ 27 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા… 

વળી કોરોના વાયરસનાં ચેપને હરાવ્યા બાદ શુક્રવારે અમિત શાહે તેમની તબિયત અંગે ટ્વિટ કર્યું હતું કે, આજે  મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ભગવાનનો આભાર માનું છું અને આ સમયે તે બધા લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમણે મારા સ્વાસ્થ્ય લાભો માટે મને સારી શુભેચ્છા આપીને મને અને મારા પરિવારને દિલાસો આપ્યો. ડોક્ટર્સની સલાહ પર હું થોડા વધુ દિવસ ઘરનાં એકાંતમાં રહીશ. સાથે જ ટ્વીટ કર્યું – હું મેદાંતા હોસ્પિટલનાં બધા ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફનો પણ આભાર માનું છું જેમણે કોરોના ચેપ સામે લડવામાં મારી મદદ કરી અને જેઓ મારી સારવાર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.