ગમખ્વાર અકસ્માત/ જાન લઈને પરત ફરી રહેલા જાનૈયાઓની ગાડીને નડ્યો અકસ્માત, 14 લોકોના મોત

ઉત્તરાખંડના ચંપાવતમાં જાનૈયાઓથી સવાર વાહન કેટલાક ફૂટ નીચે ખાડીમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. માત્ર ડ્રાઈવરનો જીવ બચી ગયો હતો.

Top Stories India
14 લોકોના મોત

ઉત્તરાખંડના ચંપાવતમાં જાનૈયાઓથી સવાર વાહન કેટલાક ફૂટ નીચે ખાડીમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. માત્ર ડ્રાઈવરનો જીવ બચી ગયો હતો. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, સવારે 3.30 વાગ્યાની આસપાસ  સૂકાંઢંગડાંડા મિનાર રોડ પર સ્થિત બુડમ નજીક તમામ જાનૈયાઓ જાન લઈને પરત ફરી રહ્યા હતા, ત્યારે  રસ્તામાં વાહન બેકાબૂ થઈ ગયું અને તે ખાડામાં પડી ગયું. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ મૃતદેહોને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

આ અકસ્માત જિલ્લા મુખ્યાલયથી લગભગ 80 કિમી દૂર થયો હતો. દરેક લોકો કકનઈ નિવાસી લક્ષ્મણ સિંહના પુત્ર મનોજ સિંહના લગ્નમાં હાજરી આપવા ગયા હતા. ટનકપુરની પંચમુખી ધર્મશાળામાં લગ્નમાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી. મૃતકોમાં મોટાભાગના લક્ષ્મણ સિંહના સંબંધીઓ હોવાનું કહેવાય છે. અકસ્માતમાં બચી ગયેલા ડ્રાઈવરની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

મૃતકોના નામ

  • લક્ષ્મણ સિંહ (61)  
  • કેદાર સિંહ (62)  
  • ઈશ્વરસિંહ (40)  
  • ઉમેદ સિંહ (48)  
  • હયાત સિંહ (37)  
  • પુષ્પા દેવી (50)  
  • પુની દેવી (55)  
  • ભગવતી દેવી (45)  
  • બસંતી દેવી (35)
  • શ્યામ લાલ (50)  
  • વિજય લાલ (48)  

આ પણ વાંચો : ડેરા સચ્ચા સૌદાના વડા બાબા રામ રહીમને Z+ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી

આ પણ વાંચો :ચૂંટણી પ્રચાર પૂરજોરમાં, આજે પ્રયાગરાજમાં અમિત શાહ, અખિલેશ સહિતનાં દિગ્ગજોની જનસભા

આ પણ વાંચો :અખિલેશ યાદવે કહ્યું જાતિ વસ્તી ગણતરીથી ભાજપ કેમ ડરે છે

આ પણ વાંચો :દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો યથાવત,આજે કોરોનાના નવા 13 હજારથી વધુ કેસ