UP Election/ ચૂંટણી પ્રચાર પૂરજોરમાં, આજે પ્રયાગરાજમાં અમિત શાહ, અખિલેશ સહિતનાં દિગ્ગજોની જનસભા

23 ફેબ્રુઆરીએ યોજાનારી ચોથા તબક્કાની માટે ભાજપ, સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને બસપા સહિતના પક્ષોના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી પ્રચારમાં સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે.

Top Stories India
yogi

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની લઈને તમામ પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે. 23 ફેબ્રુઆરીએ યોજાનારી ચોથા તબક્કાની માટે ભાજપ, સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને બસપા સહિતના પક્ષોના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી પ્રચારમાં સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે.

આ પણ વાંચો: સમીર વાનખેડેએ ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટમાં કરી અરજી,જાણો વિગત

23 ફેબ્રુઆરીએ યોજાનારી યુપી વિધાનસભાની ચૂંટણીના ચોથા તબક્કા માટે આજે પ્રયાગરાજમાં ગૃહ પ્રધાન અમિત શાહ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી સહિત ઘણા દિગ્ગજો જાહેર સભાઓ યોજવા જઈ રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, મંગળવારે બીજેપીના સ્ટાર પ્રચારક ગૃહ મંત્રી અમિત શાહ શહેર પશ્ચિમ વિધાનસભામાં પાર્ટીના ઉમેદવારની તરફેણમાં બેઠક કરશે. આ ઉપરાંત અમિત શાહ શહેરના ઉત્તર અને દક્ષિણમાં રોડ શો પણ કરશે.

તો બીજી તરફ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પણ મંગળવારે જિલ્લામાં પાર્ટીનો પ્રચાર કરશે. અખિલેશ યાદવ કરચનાના ગડવા ખુર્દમાં સભાને સંબોધિત કરશે. આ સિવાય AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી પણ જિલ્લામાં સભા કરશે.

આ પણ વાંચો: ભારતે UNમાં કહ્યું અમારી પ્રાથમિકતા ભારતીયોની સુરક્ષા,રશિયાને પણ સંયમ રાખવાની કરી અપીલ

આ પણ વાંચો:દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો યથાવત,આજે કોરોનાના નવા 13 હજારથી વધુ કેસ