Not Set/ યુવરાજ બાદ આ ક્રિકેટરે પણ કરી નિવૃતિની જાહેરાત

ભારતના ક્રિકેટમાં આજકાલ નિવૃતિની મોસમ ચાલે છે. સીનીયર ક્રિકેટરો અંબાતી રાયડુ અને યુવરાજ સિંહની નિવૃત્તિની જાહેરાત બાદ વધુ એક ભારતીય ક્રિકેટરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી અને આંધ્ર પ્રદેશના પૂર્વ કેપ્ટન વેણુગોપાલ રાવે  નિવૃત્તિની જાહેરાત કરી. વેણુગોપાલ ભારત માટે 16 વન-ડે મેચ રમ્યો હતો.જોકે, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તે સારું પર્ફોમ્સ […]

Top Stories Sports
arjn 6 યુવરાજ બાદ આ ક્રિકેટરે પણ કરી નિવૃતિની જાહેરાત

ભારતના ક્રિકેટમાં આજકાલ નિવૃતિની મોસમ ચાલે છે. સીનીયર ક્રિકેટરો અંબાતી રાયડુ અને યુવરાજ સિંહની નિવૃત્તિની જાહેરાત બાદ વધુ એક ભારતીય ક્રિકેટરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી છે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી અને આંધ્ર પ્રદેશના પૂર્વ કેપ્ટન વેણુગોપાલ રાવે  નિવૃત્તિની જાહેરાત કરી. વેણુગોપાલ ભારત માટે 16 વન-ડે મેચ રમ્યો હતો.જોકે, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તે સારું પર્ફોમ્સ નહોતો કરી શક્યો અને તેની બેટિંગ એવરેજ માત્ર 24.22 રનની રહી.

વેણુગોપાલે 30 જુલાઈ 2005ના રોજ શ્રીલંકા વિરુદ્ધ ડેબ્યૂ કર્યું હતું. ફર્સ્ટ ક્સાસ ક્રિકેટમાં તેના નામે સાત હજારથી વધુ જ્યારે લિસ્ટ એ કરિયરમાં 4000થી વધુ રન હતા.

વેણુગોપાલે IPLમાં કુલ 65 મેચો રમી છે. તે ડેક્કન ચાર્જર્સ, દિલ્હી ડેરડેવિલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમી ચૂક્યો છે. 2009માં ટાઈટલ જીતનારી ડેક્કન ચાર્જર્સની ટીમમાં રાવ પણ શામેલ હતો. તેણે IPLમાં ત્રણ હાફ સેન્ચુરી લગાવી હતી અને તેનો સ્ટ્રાઈક રેટ 117 રહ્યો.

વેણુ આંધ્ર પ્રદેશથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતો હતો જ્યાં તેની એવરેજ 50થી વધુની રહી જ્યારે લિસ્ટ એમાં પણ તે 40થી વધુની સરેરાશથી રન બનાવતો હતો.

સાઉથ ઝોન તરફથી રમતા તેણે ઈંગ્લેન્ડ એ વિરુદ્ધ શાનદાર બેવડી સદી ફટકારી હતી, જેના દમ પર ટીમે 500 રનનો સ્કોર ચેઝ કરી ઐતિહાસિક જીત મેળવી હતી. આ જ ઈનિંગના આધારે તે ટીમ ઈન્ડિયામાં સ્થાન બનાવી શક્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.