Not Set/ પોલિસ સ્ટેશનમાં વિડીયો ઉતારવું પડ્યું ભારે,નોંધાઇ FIR

અમદાવાદ, પોલિસ સ્ટેશનમાં વીડિયો ઉતારવાનું એક વ્યક્તિને ભારે પડ્યું છે.અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ સામે પોલીસકર્મીઓ સાથેની વાતચીત રેકોર્ડ કરવાનો ગુનો નોંધ્યો છે. ઘોડાસર વિસ્તારમાં રહેતા  નરેન્દ્રભાઈ ત્રિવેદીનું ઘર જગતપુર રોડ પર આવેલું છે.નરેન્દ્રને આ ઘર સુરતના મેઘા શાહને ભાડે આપવાનું હોવાથી પોલીસ વેરિફિકેશન માટે તેઓ ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.જો કે કોઈ કારણોસર […]

Ahmedabad Top Stories Gujarat
arjn 5 પોલિસ સ્ટેશનમાં વિડીયો ઉતારવું પડ્યું ભારે,નોંધાઇ FIR

અમદાવાદ,

પોલિસ સ્ટેશનમાં વીડિયો ઉતારવાનું એક વ્યક્તિને ભારે પડ્યું છે.અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ સામે પોલીસકર્મીઓ સાથેની વાતચીત રેકોર્ડ કરવાનો ગુનો નોંધ્યો છે.

ઘોડાસર વિસ્તારમાં રહેતા  નરેન્દ્રભાઈ ત્રિવેદીનું ઘર જગતપુર રોડ પર આવેલું છે.નરેન્દ્રને આ ઘર સુરતના મેઘા શાહને ભાડે આપવાનું હોવાથી પોલીસ વેરિફિકેશન માટે તેઓ ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.જો કે કોઈ કારણોસર નરેન્દ્ર અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ. આ દરમિયાન ત્રિવેદીએ મોબાઈલ બહાર કાઢ્યો અને પોલિસ સાથેની વાતચીત રેકોર્ડ કરવા લાગ્યો.

પોલીસે નરેન્દ્ર ત્રિવેદી સામે ઈન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજી એક્ટનો ભંગ કરવાનો ગુનો નોંધ્યો છે. પોલીસે નરેન્દ્ર ત્રિવેદી સામે IPCની કલમ 192, ગુજરાત પોલીસ એક્ટની કલમ 120 અને IT એક્ટના સેક્શન 72A હેઠળ ગુનો નોંધ્યો છે.

ચાંદખેડા પોલીસ સ્ટેશનના PSO સરતુભાઈ જાતરિયાએ ત્રિવેદી સામે FIR દાખલ કરી છે. પોલીસે રેકોર્ડિંગ કરવા માટે વપરાયેલો મોબાઈલ પણ જપ્ત કર્યો છે. પોલીસ સ્ટેશનના અન્ય પોલીસકર્મીઓ ઘટનાના સાક્ષી બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.