Bombay High Court/ પત્નીને બુદ્ધિ વગરની કહેવી કેટલું યોગ્ય! જાણો શું કહ્યું બોમ્બે હાઈકોર્ટે

બોમ્બે હાઈકોર્ટે એક કેસમાં પતિ વિરુદ્ધ માનસિક અને શારીરિક શોષણના આરોપોને ફગાવી દીધા છે.

India Trending
Mantavyanews 14 પત્નીને બુદ્ધિ વગરની કહેવી કેટલું યોગ્ય! જાણો શું કહ્યું બોમ્બે હાઈકોર્ટે

બોમ્બે હાઈકોર્ટે એક કેસમાં પતિ વિરુદ્ધ માનસિક અને શારીરિક શોષણના આરોપોને ફગાવી દીધા છે. આ દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે, પતિએ રાજ્યમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી એક મરાઠી કહેવતનો ઉપયોગ કર્યો, ‘તુલા અક્કલ નહીં, તુ યેડી અહેસ’ માનસિક શોષણ તરીકે ગણી શકાય નહીં. જેનો હિન્દીમાં અર્થ થાય છે ‘તારામાં બુદ્ધિ નથી,તું પાગલ છો’.

બોમ્બે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ નીતિન સાંબ્રે અને શર્મિલા દેશમુખની ખંડપીઠે કહ્યું કે, કોઈપણ રીતે કહે છે કે ‘તારામાં બુદ્ધિ નથી, તું પાગલ છો’ તે કોઈપણ સંજોગોમાં માનસિક શોષણ ગણી શકાય નહીં. તેને અભદ્ર ભાષા કેટેગરીમાં રાખી શકાય નહી.

આપને જણાવી દઈએ કે પત્નીએ કોર્ટમાં કહ્યું હતું કે, તેનો પતિ મોડી રાત્રે ઘરે પાછો આવે છે અને પછી તેનું અપમાન કરવાના ઈરાદાથી તેના પર બૂમો પાડે છે. કોર્ટે કહ્યું, પત્નીએ એવી મોટી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો નથી જે બતાવી શકે કે પતિ પત્નીનું શોષણ કરે છે. દંપતીએ છૂટાછેડા માટે અરજી કરી હતી અને 2007માં લગ્ન કર્યા હતા, પરંતુ તેમના લગ્ન બાદ તરત જ, વિવાદ શરૂ થયો હતો.

પતિનો આરોપ છે કે તેનો સંયુક્ત પરિવાર છે અને તેમણે લગ્ન પહેલા તેને કહ્યું હતું કે, પત્ની પહેલાથી જ જાણતી હતી કે તેઓ સંયુક્ત પરિવારમાં રહેશે, પરંતુ લગ્ન બાદ તેણે આ અંગે ફરિયાદ કરવાનું શરૂ કર્યું. તે અલગ રહેવા માંગે છે. તેણે આરોપ લગાવ્યો કે પત્ની તેના માતા-પિતાનું સન્માન કરતી નથી, જ્યારે પત્નીનો આરોપ છે કે તેનું હંમેશા અપમાન કરવામાં આવે છે.

આ પણ વાંચો: ઠાસરા પથ્થરમારો/ ઠાસરામાં શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા છ પથ્થરબાજોની પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો: Gujarat IAS/ ગુજરાતના વધુ 2 IAS અધિકારીને દિલ્લીનું તેડુ, વિજય નેહરા-મનીષ ભારદ્વાજને અપાયું ડેપ્યુટેશન

આ પણ વાંચો: Encounter/ બારામુલાના ઉરીમાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર મરાયા