શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના બારામુલ્લાના ઉરીમાં આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ ચાલી રહી છે. સેના અને આતંકવાદીઓ વચ્ચે આ અથડામણ હથલંગા વિસ્તારમાં થઇ રહી છે. આ મુઠભેડમાં બે આતંકી ઠાર મરાયો છે. જમ્મુ કાશ્મીર પોલીસે સોશિયલ મીડિયા ટ્વિટર પર આપી છે.
#BaramullaEncounterUpdate: 01 terrorist killed. Search going on. Further details shall follow. https://t.co/22dP32S8dT
— Kashmir Zone Police (@KashmirPolice) September 16, 2023
બીજી તરફ અનંતનાગમાં ભારતીય સેના આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. કોકરનાગમાં 16 સપ્ટેમ્બરે શરૂ થયેલી આતંકવાદીઓ સાથેની અથડામણ સતત ચોથા દિવસે પણ ચાલુ છે. ભારતીય સેના દ્વારા ઘેરાયેલા કોકરનાગના જંગલોમાં સ્થિત પહાડીઓમાં 2-3 આતંકવાદીઓ છુપાયેલા છે. ભારતીય સેના આતંકવાદીઓને મારવા માટે પહાડો પર ડ્રોન વડે બોમ્બમારો કરી રહી છે.
આતંકવાદીઓ પૂરી તૈયારી સાથે આવ્યા છે. તેમની પાસે દારૂગોળો અને ખાદ્યપદાર્થોની કોઈ અછત નથી. કાશ્મીર ઝોનના એડીજીપીએ કહ્યું કે અહીં 2-3 આતંકવાદીઓ ફસાયેલા છે અને તે તમામને ઠાર કરવામાં આવશે. ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ બોમ્બ વિસ્ફોટ કરીને આતંકીઓના છુપાયેલા સ્થાનને નષ્ટ કરી દીધું હતું.
