Sanathal Bridge Scam/ અમદાવાદમાં સનાથલ બ્રિજ કૌભાંડ રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, હલકી ગુણવત્તાના ડામરનો કરાયો ઉપયોગ

સનાથલ સર્કલથી બોપલથી શાંતિપુરા તરફનો બ્રિજનો ભાગ ધરાશાયી થવા મામલાની તપાસ SVNITને સોંપવામાં આવી હતી. SVNITએ બ્રિજની ચકાસણી કરી રિપોર્ટ તૈયાર કર્યો.

Ahmedabad Top Stories Gujarat
YouTube Thumbnail 4 2 અમદાવાદમાં સનાથલ બ્રિજ કૌભાંડ રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, હલકી ગુણવત્તાના ડામરનો કરાયો ઉપયોગ

અમદાવાદમાં સનાથલ બ્રિજ કૌભાંડ (Sanathal Bridge Scam) ની તપાસમાં ચોંકવનારો રિપોર્ટ સામે આવ્યો છે. સનાથલ બ્રિજમાં હલકી ગુણવત્તાનો ડામરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે. સનાથલ બ્રિજની હાલમાં ખરાબ સ્થિતિને કારણે આજથી પાંચ દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. ગત વર્ષે અમદાવાદના મહમદપુરા પાસેનો સનાથલ બ્રિજ બ્રિજ ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજના નિર્માણ પાછળ 97 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો છતાં ખુલ્લો મૂકાયાના ટૂંકાગાળામાં બ્રિજ તૂટી પડ્યો હતો. બ્રિજના સપોર્ટ માટે મૂકવામાં આવેલા લોખંડના બીમ પણ તૂટી ગયા હતા તેમજ બ્રિજના ઉપરના ભાગ પર ડામરની કાંકરીઓ જોવા મળી હતી.

સનાથલ સર્કલથી બોપલથી શાંતિપુરા તરફનો બ્રિજનો ભાગ ધરાશાયી થવા મામલાની તપાસ SVNITને સોંપવામાં આવી હતી. SVNITએ બ્રિજની ચકાસણી કરી રિપોર્ટ તૈયાર કર્યો. આ તપાસ રિપોર્ટમાં ખુલાસો થયો કે બ્રિજમાં અનેક જગ્યા પર ગાબડા છે તેમજ વાહનચાલકો માટે બ્રિજ પર રાઈડિંગ સરફેસ યોગ્ય નથી. Sanathal Bridge Scam માં SVNITના તપાસ રિપોર્ટ બાદ બ્રિજની સ્થિતિ વાહન ચલાવવા માટે યોગ્ય ના જણાતા પાંચ દિવસ બ્રિજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો.

ઔડા દ્વારા એસપી રિંગ રોડ પર કુલ 8 જંકશન ફલાય ઓવર બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે. જ્યારે શાંતિપુરા સર્કલ પાસેનો સનાથલ બ્રિજ 95 કરોડના ખર્ચે તૈયાર થયો હતો. છતાં બ્રિજ ખુલ્લો મુકાયાના 4 મહિનાની અંદર ધરાશાયી થતા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા વહીવટીતંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા. રણજિત બિલ્ડકોન પ્રાઈવેટ લિમિટેડ કંપનીને સનાથલ બ્રિજનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. સનાથલ બ્રિજ બનાવવા અધધ… રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં 10 મહિના થવા સુધીમાં વાહનચાલકો બ્રિજની બિસ્માર સ્થિતિને પગલે તેનો ઉપયોગ કરી શકતા નથી. નાગરિકોને સુવિધા આપવા કરોડો રૂપિયાનું આંધણ કરી બ્રિજ બનાવાય છે પરંતુ તેમાં પણ ભ્રષ્ટાચારના કારણે સ્થિતિ ‘જૈસે થે’ જેવી જોવા મળે છે. ઔડાએ સનાથલ બ્રિજ ધરાશાયી  (Sanathal Bridge Scam)ઘટનાની તપાસ સુરતની SVNIT પાસે કરાવી હતી. SVNITના રિપોર્ટ મુજબ બ્રિજમાં હલકી ગુણવત્તાના ડામરનો ઉપયોગ કરાયો છે તેમજ બ્રિજ પરની રાઈડિંગ સરફેસ નિયમાનુસાર બનાવવામાં આવી નથી તેવો ખુલાસો થયો. બ્રિજ પરના રોડનું રિપેરિંગ કામ કરવાનું હોવાથી બ્રિજ આજથી પાંચ દિવસ બંધ રહેશે.