Elon Musk/ એલન મસ્કે ‘વીકીપીડિયા’ને આપી આકર્ષક ઓફર, ચૂકવશે $1 બિલિયન

એલોન મસ્કે ગયા વર્ષે ટ્વિટરને સંપૂર્ણપણે ખરીદી લીધું હતું. ત્યારબાદથી મસ્ક ટ્વીટરમાં નીતનવા ફેરફારો કરી રહ્યો છે. વીકિપીડિયાને નામ બદલવાની ઓફર આપી. તેમજ પોસ્ટમાં વિકિપીડિયા પેજ પર ગાય અને શૂળની ઇમોજી ઉમેરવા અંગે સૂચન કર્યું.

Top Stories World
YouTube Thumbnail 52 4 એલન મસ્કે ‘વીકીપીડિયા’ને આપી આકર્ષક ઓફર, ચૂકવશે $1 બિલિયન

બિલિયોનેર એલન મસ્ક ટ્વિટરને ટેકઓવર કર્યા બાદથી નિયમિત સમાચારમાં રહે છે. એલન મસ્ક માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર નિયમિતપણે પોસ્ટ કરતા રહે છે. મસ્કની પોસ્ટ અનેક વખત યૂઝર્સ માટે રમૂજ અને રસપ્રદ બને છે. આ વખતે એલોન મસ્ક ટ્વીટરમાં કોઈ ફેરફાર કે નવા સાહસને લઈને ચર્ચામાં નથી. પરંતુ વીકિપીડિયાને કરેલ આર્કષક ઓફરને લઈને ચર્ચામાં છે.

એલન મસ્કે વીકિપીડિયાને $1 બિલિયન ચૂકવવાની ઓફર કરી. અબજોપતિએ ટ્વીટ કરી કહ્યું કે જો ‘વીકિપીડયા’ પોતાનું નામ બદલીને ‘ડીકીપીડિયા’ કરે તો તેમને $1 બિલિયન ચૂકવશે.

તાજેતરમાં એલોનમસ્કએ મેટાને પડકાર ફેંક્યો હતો જેના બાદ વાતાવરણ ગરમાયું હતું. મેટા બાદ હવે મસ્કે વિકિપીડિયા પર કરેલા નિવેદનને પગલે ફરી વિવાદમાં છે. તેણે કહ્યું કે જો વિકિપીડિયા તેનું નામ બદલશે તો તે તેને એક અબજ ડોલર આપશે. ઉલ્લેખનીય છે કે અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કે ગયા વર્ષે ટ્વિટરને સંપૂર્ણપણે ખરીદી લીધું હતું. ત્યારબાદથી મસ્ક ટ્વીટરમાં નીતનવા ફેરફારો કરી રહ્યો છે. થોડા મહિના પહેલા ટ્વિટરનું બ્લુ બર્ડ હટાવીને નામ બદલીને X  કર્યું હતું. તાજેતરમાં વિકિપીડિયાને નામ બદલવાની ઓફર કરતા સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યા છે.

અબજોપતિ એલોન મસ્કની આ પોસ્ટ પર એક યુઝરે વિકિપીડિયાને નામ બદલવાની સલાહ આપી અને કહ્યું કે જો તમને આટલા બધા પૈસા મળતા હોય તો તમારે તમારું નામ બદલવું જોઈએ. અને પૈસા મળતા ફરી પાછું પોતાનું નામ બદલી નાખવું. જેના પર પ્રતિક્રિયા આપતા મસ્ક કહે છે કે હું પાગલ નથી. નામ બદલવા પર શરત મૂકીશ અને વિકિપીડિયાને ઓછામાં ઓછા એક વર્ષનો સમય આપીશ.

ટેસ્લાના સીઈઓએ બીજી પોસ્ટ કરી. તેમાં તેણે વિકિપીડિયાના હોમપેજનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જેમાં ઉલ્લેખ કર્યો હતો કે જિમી વેલ્સ તરફથી અપીલ છે કે વિકિપીડિયા વેચાણ માટે નથી.

મસ્કે કહ્યું, ‘શું તમે ક્યારેય વિચાર્યું છે કે વિકિપીડિયા ફાઉન્ડેશનને આટલા પૈસા કેમ જોઈએ છે? ચોક્કસપણે વિકિપીડિયાનું સંચાલન કરવા માટે તે જરૂરી નથી. બુદ્ધિશાળી લોકો જાણવા માંગે છે વિકિપીડિયા ફાઉન્ડેશન શા માટે આટલા પૈસા માંગે છે?  જો તમે ટેક્સ્ટ શાબ્દિક રીતે ટાઈપ કરી શકો છો તો પછી શબ્દો ફિટ કરવા કેમ આટલા પૈસા જરૂરી છે?  સાથે મસ્ક પોસ્ટમાં પૂછે છે કે શું તેના વિકિપીડિયા પેજ પર ગાય અને શૂળની ઇમોજી ઉમેરી શકાય છે. મસ્કની આ પોસ્ટ શેર કર્યા પછી 99 લાખ વખત જોવામાં આવી છે અને એક લાખથી વધુ લાઈક્સ મળી છે.