Chandigarh Mayor Election/ ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપની થઈ જીત, મનોજ સોનકર બન્યા નવા મેયર

ચંદીગઢમાં આજે મેયરની ચૂંટણી ભાજપની જીત થઈ છે. ભાજપના મનોજ સોનકર ચંદીગઢના નવા મેયર બન્યા છે. મેયરની ચૂંટણીમાંભાજપની જીત થતા AAP અને કોંગ્રેસના ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે.

Top Stories India
YouTube Thumbnail 71 1 ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપની થઈ જીત, મનોજ સોનકર બન્યા નવા મેયર

ચંદીગઢમાં આજે મેયરની ચૂંટણી ભાજપની જીત થઈ છે. ભાજપના મનોજ સોનકર ચંદીગઢના નવા મેયર બન્યા છે. મેયરની ચૂંટણીમાંભાજપની જીત થતા AAP અને કોંગ્રેસના ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે. આજે નવા મેયરની ચૂંટણીમાં AAP અને કોંગ્રેસ સંયુક્ત રીતે ચૂંટણી લડી રહ્યા હતા. છતાં ભાજપનો સામનો ના કરી શકતા બંને પક્ષને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કુલ 35 બેઠકો પર ચૂંટણી લડવામાં આવી રહી છે. મેયરની ચૂંટણી માટે સવારે 10 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતુ.

Chandigarh mayor election today marks INDIA bloc's first litmus test as BJP faces Opposition alliance - India Today

મેયરની ચૂંટણીમાં ભાજપના 14, AAPના 13, કોંગ્રેસના 7 અને શિરોમણી અકાલી દળના 1 ઉમેદવાર છે. આ ચૂંટણીમાં ગઠબંધનના કુલદીપ ટીટાને 12 વોટ મળ્યા હતા જ્યારે મનોજ સોનકરને 16 વોટ મળતા મેયરની ચૂંટણીમાં બાજી મારી. જ્યારે સિનિયર ડેપ્યુટી મેયર સીટ પર કોંગ્રેસના ઉમેદવાર ગુરપ્રીત સિંહ ગાવી અને બીજેપી ઉમેદવાર કુલજીત સિંહ સંધુ અને કોંગ્રેસના ઉમેદવાર નિર્મલા દેવી અને બીજેપીના ઉમેદવાર રાજીન્દર શર્મા વચ્ચે જંગ ખેલાયો છે.

ચંદીગઢમાં કડક સુરક્ષા વ્યવસ્થા સાથે મેયરની ચૂંટણી યોજવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન બિલ્ડિંગમાં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અર્ધલશ્કરી દળોના જવાનોની સાથે લગભગ 700 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે અગાઉ 18 જાન્યુઆરીના રોજ મેયરની ચૂંટણી થવાની હતી પરંતુ પ્રિસાઈડિંગ ઓફિસર અનિલ મસીહના ખરાબ તબિયતના કારણે ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી. જેના બાદ ચૂંટણી માટે 6 ફેબ્રુઆરીની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના વિરોધ બાદ કોર્ટે 30 જાન્યુઆરી ચૂંટણી યોજવાનો નિર્દેશ આપ્યો. ચંદીગઢમાં મેયરની આ ચૂંટણી આગામી લોકસભા ચૂંટણીના પ્રથમ પ્રયોગ તરીકે જોવામાં આવી રહી છે. કારણ કે આ ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ સંયુક્ત રીતે ભાજપ સામે ચૂંટણી લડી રહ્યા હતા. જેના પરિણામો સામે આવ્યા બાદ વિરોધ પક્ષ દ્વારા ચૂંટણીમાં ગેરરીતી આચરવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:INDIAN NAVY/એડનની ખાડીમાં ભારતીય નૌકાદળનું મોટું ઓપરેશન, INS સુમિત્રાએ 19 પાકિસ્તાની ખલાસીઓ સહિત ઈરાની જહાજને બચાવ્યું

આ પણ વાંચો:Land For Jobs Case/શું છે લેન્ડ ફોર જોબ કૌભાંડ? જેમાં લાલુ પરિવારના ગળા પર લટકી રહી છે તલવાર 

આ પણ વાંચો:Land For Jobs Case/EDએ આજે ​​તેજસ્વીને બોલાવ્યા, 10 કલાકની પૂછપરછ બાદ ગઈકાલે રાત્રે 9 વાગ્યે લાલુને કર્યા મુક્ત