Not Set/ 4 બાળકોની માતાની નસબંધી નિષ્ફળ, બોલી – પાંચમું બાળક સરકારને આપીશ

એસા ભી હોતા હે!!! બલીયામાં, ડોકટરોની બેદરકારીનાં કારણે નસબંધી નિષ્ફળ થયા બાદ 4 સંતાની માતા ફરીથી ગર્ભવતી થઈ ગઇ જતા ગરીબીથી પીડિત મહિલા સરકાર અને સરકારી ખાતા પર વિફર્યા હતા અને ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, તે પાંચમું સંતાન સરકારને આપશે. તેઓ પાંચમા બાળકને તેમની પાસે નહીં રાખે. તેઓ આ બાળકને સરકારને આપી દેશે. તે આ […]

Top Stories India
4child 4 બાળકોની માતાની નસબંધી નિષ્ફળ, બોલી - પાંચમું બાળક સરકારને આપીશ

એસા ભી હોતા હે!!! બલીયામાં, ડોકટરોની બેદરકારીનાં કારણે નસબંધી નિષ્ફળ થયા બાદ 4 સંતાની માતા ફરીથી ગર્ભવતી થઈ ગઇ જતા ગરીબીથી પીડિત મહિલા સરકાર અને સરકારી ખાતા પર વિફર્યા હતા અને ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, તે પાંચમું સંતાન સરકારને આપશે. તેઓ પાંચમા બાળકને તેમની પાસે નહીં રાખે. તેઓ આ બાળકને સરકારને આપી દેશે. તે આ બાળકેને લઇ જઇને મુખ્યમંત્રીને સોંપી દેશે. મહિલાનાં આવા વલણને કારણે હવે પ્રશાસન પણ દુવીધામાં મુકાઇ ગયું છે.

મહિલા ડોકટરો પર ગુસ્સે ભરાય છે

વસ્તી નિયંત્રિત કરવા માટે કુટુંબ આયોજન જેવા કાર્યક્રમો ચલાવવા ઉપરાંત દેશમાં અને વારાણસીમાં આ સંદર્ભે પ્રચાર માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. તેમનાંથી પાસેથી પ્રેરણા લઈને, જો કોઈ સ્ત્રી પોતાની નસબંધી કરે છે , તો પણ તે ગર્ભવતી થાય છે, તો શું કરવું? આવી જ કટોકટી બલિયા જિલ્લાનાં ચિત્બારાગાંવ પોલીસ મથક વિસ્તારમાં આવેલા ઉસરૌલી ગામનાં વિભાબહેન સાથે થઈ છે.

નસબંધી પછી મહિલાને રહ્યો ગર્ભ

સરકારના ‘નાના કુટુંબ-સુખી કુટુંબ’ ના નારા જોતાં, આ વર્ષે માર્ચમાં ચાર સંતાની માતા વિભાની ડોક્ટરોએ નસબંધી કરી હતી. નસબંધી પછી બે મહિના પછી તેને જાણ થઇ કે, તેણીને ફરીથી બે મહિનાનો ગર્ભ રહી ગયો છે.અચ્છેલાલ રાજભરની પત્ની વિભા, જે મહેનત-મજૂરી કરીને સંતાનો અને પરિવારનો ખર્ચ સંભાળે છે. તે હવે બે મહિનાથી વધુ સમયથી ગર્ભવતી થઈ ગયો છે. વંધ્યીકરણ નિષ્ફળ થયા પછી ગર્ભવતી બનેલી મહિલાના પતિનું કહેવું છે કે, ડોક્ટરોએ ઘોર બેદરકારી દાખવી છે. તેને પહેલાથી જ ચાર બાળકો છે જે ગરીબીને કારણે ઉછેરવામાં અસમર્થ છે. હવે પાંચમો આવે તો ફેમિલીની ગાડી કેવી દોડશે?

એનબીટી

ડોક્ટરને ફરિયાદ કરતા ડોક્ટરે આવું નિરાકરણ આપ્યું
નસબંધી પછી પણ પત્ની ગર્ભવતી થતા પતિ અચ્છેલાલ રાજભર જ્યારે વંધ્યીકરણ કરનાર ડોક્ટર પાસે પત્ની સાથે ફરિયાદ કરવા ગયો, ત્યારે ડોક્ટરે કહ્યું કે, આ બાળકની ડિલિવરી થયા પછી તે ફરીથી નસબંધી કરશે. ત્યારે ગરીબીથી પીડાત અચ્છેલાલ અને તેની પત્નીએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને હતો કે, તેઓ પાંચમા બાળકને તેમની પાસે નહીં રાખે. તેઓ આ બાળકને સરકારને આપી દેશે. તે આ બાળકેને લઇ જઇને મુખ્યમંત્રીને સોંપી દેશે.
અમે પહેલા માતા સાથે વાત કરીશું, ત્યારબાદ ગોઠવણ કરવામાં આવશે : જિલ્લા મેજિસ્ટ્રેટે
ડીએમ ભગવાન ભગનીસિંહ ખંગરોતે કહ્યું કે, મને પણ આ માહિતી મળી છે. આ મામલે પહેલા માતા સાથે વાત કરવામાં આવશે. જો તે સંતુષ્ઠ ન હોય તો, બાળકને ઉછેરઘરમાં રાખવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે મહિલાને વળતર મળે તે માટે પણ પ્રયાસો કરવામાં આવશે. ખરેખર તો આ મામલે સરકારી ડોક્ટરો ફોલ્ટમાં છે અને મહિલાનાં આવા વલણને કારણે હવે પ્રશાસન પણ દુવીધામાં મુકાઇ ગયું છે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.