Not Set/ મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા આપી શકે છે આ 5 ફેંસલા, જે બદલી શકે છે દિલ્હીનો તખ્તો

ભારતની સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા આવતા મહિને ઓક્ટોબરમાં રીટાયર થશે. આ પહેલા આ મહિને સર્વોચ્ચ ન્યાયાલય ઘણા ઐતિહાસિક ફેંસલા લઇ શકે છે. જેના પર દેશ લાંબા સમયથી નજર રાખીને બેઠો છે. કહેવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા 2 ઓક્ટોબરે રીટાયર થઇ જશે, પરંતુ એ પહેલા તેઓ કેટલાક ચર્ચિત મામલાની […]

Top Stories India
cats 271 મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા આપી શકે છે આ 5 ફેંસલા, જે બદલી શકે છે દિલ્હીનો તખ્તો

ભારતની સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા આવતા મહિને ઓક્ટોબરમાં રીટાયર થશે. આ પહેલા આ મહિને સર્વોચ્ચ ન્યાયાલય ઘણા ઐતિહાસિક ફેંસલા લઇ શકે છે. જેના પર દેશ લાંબા સમયથી નજર રાખીને બેઠો છે.

કહેવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા 2 ઓક્ટોબરે રીટાયર થઇ જશે, પરંતુ એ પહેલા તેઓ કેટલાક ચર્ચિત મામલાની સુનાવણી કરશે. જોકે, ફેંસલો શું આવશે એ, તો સમય જ બતાવશે.

સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા આ પાંચ મોટા મામલાઓ પર સુનાવણી કરશે.

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ :- 

580118 pic3 e1536053102773 મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા આપી શકે છે આ 5 ફેંસલા, જે બદલી શકે છે દિલ્હીનો તખ્તો

સુપ્રીમ કોર્ટમાં આ મામલે લાંબા સમયથી સુનાવણી ચાલી રહી છે. 20 જુલાઈએ સર્વોચ્ચ ન્યાયાલય એ આના પર ફેંસલો સુરક્ષિત રાખ્યો છે કે સંવિધાન પીઠના 1994ના ફેંસલા પર ફરી વિચાર કરવાની જરૂર છે કે નહિ. આને લઈને દિગ્ગજ નેતાઓનો દાવો છે કે ફેંસલો આ વર્ષે આવી શકે છે.

SC/ST પ્રમોશનમાં આરક્ષણ :-

30 ઓગસ્ટે સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં આરક્ષણ મામલે સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠે સુનાવણી પુરી કરીને ફેંસલો સુરક્ષિત રાખ્યો છે. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા અને એમની બેંચ આના ફેંસલો સંભળાવી શકે છે.

અનિવાર્ય આધાર :-

આધારની અનિવાર્યતાના મામલે 10 મેં ના રોજ સર્વોચ્ચ ન્યાયાલયની સંવિધાન પીઠમાં સુનાવણી પુરી થઇ હતી. સંવિધાન પીઠે બધા પક્ષોની સુનાવણી બાદ ફેંસલો સુરક્ષિત રાખ્યો છે. પાંચ જજોની સંવિધાન પીઠ નક્કી કરશે કે આધાર ગોપનીયતાના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે કે નહિ.

સમલૈંગિકતા પર ફેંસલો :-

Homosexuality 01 e1536053342257 મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા આપી શકે છે આ 5 ફેંસલા, જે બદલી શકે છે દિલ્હીનો તખ્તો

સમલૈંગિક્તાને અપરાધના અવકાશમાંથી બહાર કરવા માટે અરજી દાખલ કરવામાં આવી છે. જેના પર ઘણી વાર સુનાવણી કરવામાં આવી છે, પરંતુ ફેંસલો આવી શક્યો નથી. 17 જુલાઈએ મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાની અધ્યક્ષતા વાળી સંવિધાન પીઠે કલમ-377 ની માન્યતા વાળી અરજી પર પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો.

સબરીમાલા મંદિર મામલો :-

sabarimala temple 1515059214 e1536053281376 મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા આપી શકે છે આ 5 ફેંસલા, જે બદલી શકે છે દિલ્હીનો તખ્તો

3 ઓગસ્ટે કેરળના સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની ઉમ્મરવાળી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ વિરુદ્ધ અરજી પર સંવિધાન પીઠે ફેંસલો સુરક્ષિત રાખ્યો છે.