Not Set/ ભારતીય મૂળના નોબલ પુરસ્કાર વિજેતા અને પ્રખ્યાત લેખક વીએસ નાયપોલનું ૮૫ વર્ષે નિધન

લંડન, સાહિત્યના ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર વિજેતા અને ભારતીય મૂળના પ્રખ્યાત લેખક વીએસ નાયાપોલનું નિધન થઇ ગયું છે. ૮૫ વર્ષીય નાયપોલે રવિવારે લંડન સ્તિથ પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. નાયપોલના પત્નીએ એક નિવેદનમાં જણાવ્યું, “તેઓની તમામ ઉપલબ્ધિઓ મહાન છે અને તેઓએ પોતાના અંતિમ શ્વાસ પોતાના પરિવારજનો વચ્ચે લીધા છે. તેઓનું જીવન અદ્ભુત રચનાઓ અને પ્રયાસોથી […]

World
716942 naipaulaug12 ભારતીય મૂળના નોબલ પુરસ્કાર વિજેતા અને પ્રખ્યાત લેખક વીએસ નાયપોલનું ૮૫ વર્ષે નિધન

લંડન,

સાહિત્યના ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર વિજેતા અને ભારતીય મૂળના પ્રખ્યાત લેખક વીએસ નાયાપોલનું નિધન થઇ ગયું છે. ૮૫ વર્ષીય નાયપોલે રવિવારે લંડન સ્તિથ પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા.

નાયપોલના પત્નીએ એક નિવેદનમાં જણાવ્યું, “તેઓની તમામ ઉપલબ્ધિઓ મહાન છે અને તેઓએ પોતાના અંતિમ શ્વાસ પોતાના પરિવારજનો વચ્ચે લીધા છે. તેઓનું જીવન અદ્ભુત રચનાઓ અને પ્રયાસોથી ભરેલું રહ્યું છે.

બીજી બાજુ તેઓના નિધન પર દેશના તમામ નેતાઓએ શોક પ્રગટ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નાયપોલના નિધન અંગે શોક વ્યક્ત કરતા સાહિત્યની દુનિયાની મોટી ક્ષતિ બતાવી છે.

વી એસ નાયપોલ એટલે કે વિદ્યાધર સૂરજ પ્રસાદ નાયપોલની જન્મ ૧૭ ઓગષ્ટ, ૧૯૩૨ના રોજ ત્રિનિદાદના ચગવાનસમાં થયો હતો. ત્રિનિદાદમાં ભણેલા અને મોટા થયેલા નાયપોલે ઓક્સફર્ડ યુનિવર્સીટીમાંથી પોતાનો અભ્યાસ કર્યો હતો. એક લેખક તરીકે તેઓ દુનિયામાં તેઓ પ્રખ્યાત હતા અને તેમને અનેક પ્રસિદ્ધિ હાંસલ છે.

નાયપોલ દ્વારા લખવામાં આવેલી કૃતિઓમાં “એ બેન્ડ ઇન ધ રિવર”, અ હાઉસ for મિસ્ટર બિસ્વાસ”, ઇન એ ફ્રી સ્ટેટ (૧૯૭૧), એ વે ઇન ધ વર્લ્ડ (૧૯૯૪), હાફ એ લાઈફ (૨૦૦૧) અને મેજિક સીડ્સ (૨૦૦૪)ખૂબ ચર્ચિત રહી છે. વીએસ નાયપોલે ૩૦થી વધુ બુક લખી છે અને તેઓને ૨૦૦૧માં સાહિત્યનો નોબલ પુરસ્કાર મળ્યો હતો.

સાહિત્યની દુનિયામાં તેઓનું યોગદાન

ભારતીય મૂળના પસિદ્ધ લેખક એવા નાયપોલને સાહિત્યના ક્ષેત્રમાં અત્યારસુધીમાં ઘણા પુરસ્કાર મળી ચુક્યા છે. વર્ષ ૨૦૦૮માં ધ ટાઈમ્સ દ્વારા ૫૦ મહાન બ્રિટિશ લેખકોની યાદીમાં નાયપોલને ૭મું સ્થાન આપવામાં આવ્યું હતું.