Not Set/ ઇન્ડોનેશિયામાં સુનામીએ મચાવી તબાહી, ૧૬૮ લોકોના મોત, ૬૦૦ ઘાયલ

જકાર્તા, ભૂંકપ અને સુનામી માટે એપીસેન્ટર કહેવાતા ઇન્ડોનેશિયામાં વધુ એક તબાહીનું મંજર જોવા મળ્યું છે.  શનિવાર રાત્રે આવેલા સુનામીએ તબાહી મચાવતા અત્યારસુધીમાં ૧૬૮ લોકોના મોત થયા છે જયારે ૬૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. Death toll hits 168 after Indonesia tsunami, reports AFP quoting officials https://t.co/HqJK2NwcZr— ANI (@ANI) December 23, 2018 બીજી બાજુ રાહત અને […]

World Trending
DvE4mbgWwAAFyGt ઇન્ડોનેશિયામાં સુનામીએ મચાવી તબાહી, ૧૬૮ લોકોના મોત, ૬૦૦ ઘાયલ

જકાર્તા,

ભૂંકપ અને સુનામી માટે એપીસેન્ટર કહેવાતા ઇન્ડોનેશિયામાં વધુ એક તબાહીનું મંજર જોવા મળ્યું છે.  શનિવાર રાત્રે આવેલા સુનામીએ તબાહી મચાવતા અત્યારસુધીમાં ૧૬૮ લોકોના મોત થયા છે જયારે ૬૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

બીજી બાજુ રાહત અને બચાવ કાર્ય પણ શરુ કરી દેવામાં આવ્યું છે.

DvE4mQyWoAA9d1K ઇન્ડોનેશિયામાં સુનામીએ મચાવી તબાહી, ૧૬૮ લોકોના મોત, ૬૦૦ ઘાયલ

રિપોર્ટમાં જણાવ્યા મુજબ, આ સુનામી સ્થાનિક સમય અનુસાર શનિવારે રાત્રે ૯.૩૦ વાગ્યે આવ્યો હતો. આ સુનામીના કારણે ઘણી ઇમારતોમાં નુકશાન પહોચ્યું છે તેમજ સમૃદ્ધમાં રહેલી ઘણી બોટ પણ લાપતા થઇ ગઈ છે.

DvE41k5WkAAu6qV ઇન્ડોનેશિયામાં સુનામીએ મચાવી તબાહી, ૧૬૮ લોકોના મોત, ૬૦૦ ઘાયલ

જોવામાં આવે તો, સુનામીથી સૌથી પ્રભાવિત વિસ્તારોમાં પેનદેંગલૈંગ, સેરાંગ અને દક્ષિણ લામ્પુંગ શામેલ છે અને આ ક્ષેત્ર સુન્દા સ્ટેટમાં આવે છે.

ઇન્ડોનેશિયાના નેશનલ ડિઝાસ્ટર મિટિગેસન એજન્સીના પ્રમુખ સુતપાઓના જણાવ્યા મુજબ, હાલની જાણકારી મુજબ અત્યારસુધીમાં ૪૩ લોકોના મોતની પૃષ્ટિ કરવામાં આવી છે. સુનામીના આવવાને કારણે પહેલા સમુદ્રમાં ભૌગોલિક હલચલ ઉભી થઇ હતી અને આ કારણે ટુંક જ સમયમાં Anak Krakatau જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો.