Not Set/ ભક્તો માટે મંદિર બંધ છે, પરંતુ કોરોના દર્દીઓ માટે બાબાના દરવાજા ખુલ્લા, દાનમાં ઘટાડો પણ સેવામાં વધારો 

ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે શિરડી ટ્રસ્ટને 83% ઓછું દાન મળ્યું હોવા છતાં, સેવામાં કોઈ ઉણપ જોવા મળ્યો નથી. સાંઈ ટ્રસ્ટ સંચાલિત કોવિડ હોસ્પિટલમાંથી અત્યાર સુધીમાં 7 હજારથી વધુ કોરોના દર્દીઓ સાજા થયા

Trending Dharma & Bhakti
solar 3 ભક્તો માટે મંદિર બંધ છે, પરંતુ કોરોના દર્દીઓ માટે બાબાના દરવાજા ખુલ્લા, દાનમાં ઘટાડો પણ સેવામાં વધારો 

કોરોના ના સંક્રમણ વચ્ચે દેશના ઘણા છેલ્લા ઘણા સમય થી ભક્તો માટે પોતાના દરવાજા બંધ કાર્ય છે. પરતું એવા પણ કેટલાંક મંદિરો છે જેણે  કોરોના દર્દીઓ માટે પોતાના ધામના દરવાજા ખુલ્લા મૂકી દીધા છે અને ખુલ્લા દિલથી કોરોના દર્દીઓની સેવા કરી છે. આવું જ એક ધામ છે શિરડીના સાઈ બાબાનું, કે જેને ભક્તો માટે તો દરવાજા બંધ કર્યા પરંતુ દર્દીઓ સેવામાં લાગી ગયું છે.

ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે શિરડી ટ્રસ્ટને 83% ઓછું દાન મળ્યું હોવા છતાં, સેવામાં કોઈ ઉણપ જોવા મળ્યો નથી. સાંઈ ટ્રસ્ટ સંચાલિત કોવિડ હોસ્પિટલમાંથી અત્યાર સુધીમાં 7 હજારથી વધુ કોરોના દર્દીઓ સાજા થયા છે. અહીં દર્દીઓની સાથે તેમના પરિવાર માટે રહેવા, ખાવા પીવાની વ્યવસ્થા પણ મફત છે.

ભક્તો નહીં, માત્ર દર્દીઓની લાંબી લાઈનો, ખાવા પીવાનું બધું મફત
શિરડી સાંઈ ધામમાં, 2018 માં 1.65 કરોડ ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા. 2019 માં 1.57 કરોડ ભક્તોએ મુલાકાત લીધી હતી, પરંતુ 2020 માં કોરોના ને કારણે મંદિરને બંધ કરવું પડ્યું હતું. પ્રથમ લહેર પછી મંદિર ખોલ્યું ત્યારે, 16 નવેમ્બરથી 21 ડિસેમ્બરની વચ્ચે 5.74 લાખ ભક્તોએ મુલાકાત લીધી. 2021 માં, 1 જાન્યુઆરીથી 5 એપ્રિલની વચ્ચે, ભક્તોની સંખ્યા 62 હજારની આસપાસ રહી. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટે એપ્રિલ -2020 માં કોવિડ હોસ્પિટલ બનાવી અને અહીં દર્દીઓની સારવાર મફતમાં શરૂ કરવામાં આવી.

એપ્રિલ -2020 થી અત્યાર સુધીમાં બાબાના ધામથી 7 હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે. ટ્રસ્ટની ટીમ જે અગાઉ ભક્તોની સેવામાં કાર્યરત હતી, તે હવે દર્દીઓની સેવામાં કાર્યરત છે. આશરે ત્રણ હજાર કર્મચારીઓ હોસ્પિટલમાં જ સેવાઓ આપી રહ્યા છે.

સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઉપરાંત જનરલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ માટે સારવારની  વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી સાંઇબાબા સંસ્થા ટ્રસ્ટના સીઈઓ કન્હુરાજ હરિશ્ચંદ્ર બગાટેએ કહ્યું, “અમે કોરોના દર્દીઓની વિના મૂલ્યે સારવાર કરી રહ્યા છીએ. મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થોડી ફી લેવામાં આવે છે પણ તેની ભરપાઈ રાજ્ય કે કેન્દ્ર સરકારની યોજનાઓથી થાય છે. આનાથી દર્દી પર કોઈ ભાર પડતો નથી.

640 પથારીવાળી હોસ્પિટલ, 140 ઓક્સિજન બેડ 
શિરડી ટ્રસ્ટે 640 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરી છે. તેમાં 140 ઓક્સિજન બેડ  અને 20 વેન્ટિલેટર બેડ છે. જોકે, કોવિડ માટે ત્રણ અલગ -અલગ સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે. જો ત્રણેય જગ્યાઓ ભેગી કરવામાં આવે તો લગભગ દોઢ હજાર પથારીની સુવિધા છે.

295 કરોડ દાન ઓછું મળ્યું 
સાઇ બાબા ટ્રસ્ટને કોરોના સમયગાળા દરમિયાન 295 કરોડ રૂપિયાઓછું દાન મળ્યું છે.  ટ્રસ્ટને વર્ષ 2018-19માં 428 કરોડનું દાન મળ્યું હતું. આ ઉપરાંત 24.795 કિલો સોનું, 428.555 કિલો ચાંદી મળી આવી હતી.

આ જ રીતે વર્ષ 2019-20માં 357 કરોડ રૂપિયાનું દાન આવ્યું હતું.  17.90 કિલો સોનું અને 357.492 કિલો ચાંદી મળી આવી હતી. જ્યારે કોરોના સમયગાળા દરમિયાન એટલે કે 1 એપ્રિલ 2020 થી 25 મે 2021 દરમિયાન ટ્રસ્ટને ઓનલાઇન 62 કરોડ દાન મળ્યાં હતાં.

એટલે કે ગયા વર્ષેની સરખામણીએ દાનમાં 295 કરોડનો ઘટાડો થયો છે. જો આપણે ટકાવારી પર નજર કરીએ તો, લગભગ 83% જેટલો ઘટાડો થયો છે. આશરે 14 કિલો સોનું અને 295 કિલો ચાંદી પણ ઓછી મળી. ટ્રસ્ટની સંપત્તિઓની વાત કરીએ તો 31 માર્ચ 2020 સુધી સાંઇ સંસ્થાની કુલ સંપત્તિ 3013 કરોડ રૂપિયા હતી.