Not Set/ મિક્સ બીન્સ કરી વીથ પટૅટો બૉલ્સ્, બનાવવાની રીત

સામગ્રી બીન્સની કરી માટે 1/4 કપ રંગૂનના વાલ 1/2 કપ રાજમા 3 1/2 કપ સમારેલા ટમેટા 1 ટેબલસ્પૂન ઘી 1/2 કપ ઝીણા સમારેલા કાંદા 2 લીલા મરચાં , ચીરી પાડેલા 1 ટીસ્પૂન મરચાં પાવડર 2 ટીસ્પૂન સાકર મીઠું ( સ્વાદાનુસાર) બટાટાના બૉલ્સ્ માટે 1 કપ બાફી , છોલીને છુંદેલા બટાટા 1 1 તાજી બ્રેડની સ્લાઇસ 1 ટેબલસ્પૂન સમારેલા કાજુ 1/2 ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં 1 ટેબલસ્પૂન ઝીણી સમારેલી […]

Food Lifestyle
maahhi મિક્સ બીન્સ કરી વીથ પટૅટો બૉલ્સ્, બનાવવાની રીત

સામગ્રી

બીન્સની કરી માટે
1/4 કપ રંગૂનના વાલ
1/2 કપ રાજમા
3 1/2 કપ સમારેલા ટમેટા
1 ટેબલસ્પૂન ઘી
1/2 કપ ઝીણા સમારેલા કાંદા
2 લીલા મરચાં , ચીરી પાડેલા
1 ટીસ્પૂન મરચાં પાવડર
2 ટીસ્પૂન સાકર
મીઠું ( સ્વાદાનુસાર)

બટાટાના બૉલ્સ્ માટે
1 કપ બાફી , છોલીને છુંદેલા બટાટા
1 1 તાજી બ્રેડની સ્લાઇસ
1 ટેબલસ્પૂન સમારેલા કાજુ
1/2 ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
1 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
1/2 ટીસ્પૂન લીંબુનો રસ
મીઠું  (સ્વાદાનુસાર)
1 ટેબલસ્પૂન કૉર્નફલોર
તેલ  (તળવા માટે)

બનાવવાની રીત

રંગૂનના વાલ અને રાજમાને જરૂરી પાણી સાથે આગલી રાત્રે પલાળી રાખો. બીજે દીવસે તેને નીતારીને જરૂરી પાણી સાથે એક પ્રેશર કુકરમાં 3 સીટી સુધી બાફી લો. કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળા જવા દો.

તે પછી તેને નીતારીને બાજુ પર રાખો. એક નૉન-સ્ટીક પૅનમાં ટમેટા અને 3/4 કપ પાણી મેળવી ટમેટાને મધ્યમ તાપ પર 4 થી 5 મિનિટ સુધી અથવા ટમેટા બરોબર બફાઇ જાય ત્યાં સુધી બાફી લો.

જ્યારે ટમેટા થોડા ઠંડા થાય, ત્યારે તેને મિક્સરમાં ફેરવી ટમેટાનું પલ્પ બનાવી, તેને ગરણી વડે ગાળી બાજુ પર રાખો. એક કઢાઇમાં ઘી ગરમ કરી, તેમાં કાંદા મેળવી ધીમા તાપ પર તેને 1 મિનિટ સુધી સાંતળી લો.

તે પછી તેમા તૈયાર કરેલું ટમેટાનું પલ્પ, લીલા મરચાં, મરચાં પાવડર, સાકર, મીઠું અને બાફેલા કઠોળ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 5 થી 7 મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.

બટાટાના બૉલ્સ્ માટે

બ્રેડની સ્લાઇસને પાણીમાં 15 સેંકડ સુધી ડુબાડી રાખો. તે પછી તેને નીચોળીને પાણી કાઢી લો અને તેનો ભૂકો કરી લો. આ બ્રેડના ભૂકાને બાકીની બધી વસ્તુઓ સાથે સારી રીતે મિક્સ કરી લો.

આમ તૈયાર થયેલા મિશ્રણના 10 સરખા ભાગ પાડીને દરેક ભાગના ગોળ બૉલ તૈયાર કરો. એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એક સમયે થોડા-થોડા બૉલ નાંખી, બૉલ્સ્ દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી બાજુ પર રાખો.

પીરસવાની રીત

જ્યારે પીરસવાનો સમય થાય ત્યારે, તૈયાર કરેલી કરીને ગરમ કરી તેમાં બટાટાના બૉલ્સ્ નાંખી, હળવે હાથે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી રાંધી લો. ગરમ ગરમ પીરસો.