Not Set/ ઋતુઓના બદલાતા સંયોજનમાં ત્વચા પર નકારાત્મક અસર કરતા પરિબળો

અમદાવાદ, હાલમાં ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમી.સવારમાં તમે નીકળો તો  ત્વચા ઠંડકને લીધે ફાટી જાય છે અને બપોરે  ગરમીનો અનુભવ થાય છે આવી પરિસ્થિતિમાં ત્વચામાં રૂશ્રતા, ખીલ વગેરે જેવી સમસ્યા ઉભી થતી હોય છે  મિશ્ર ઋતુની સાથે સાથે અન્ય કેટલીક બાબતો પણ ચહેરાની તેમજ આખા શરીરની ત્વચાની સુંદરતા પર અસર કરતી હોય છે આપણે તેના કારણો અને ઉપાય બંને […]

Fashion & Beauty Lifestyle
tq 15 ઋતુઓના બદલાતા સંયોજનમાં ત્વચા પર નકારાત્મક અસર કરતા પરિબળો

અમદાવાદ,

હાલમાં ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમી.સવારમાં તમે નીકળો તો  ત્વચા ઠંડકને લીધે ફાટી જાય છે અને બપોરે  ગરમીનો અનુભવ થાય છે આવી પરિસ્થિતિમાં ત્વચામાં રૂશ્રતા, ખીલ વગેરે જેવી સમસ્યા ઉભી થતી હોય છે  મિશ્ર ઋતુની સાથે સાથે અન્ય કેટલીક બાબતો પણ ચહેરાની તેમજ આખા શરીરની ત્વચાની સુંદરતા પર અસર કરતી હોય છે આપણે તેના કારણો અને ઉપાય બંને વિશે માહિતી મેળવીએ. જેથી મિશ્ર ઋતુમાં તમારી સ્કીન ચમકતી અને તરોતાજા રહે. ત્વચા રૂશ્ર થવા માટે સિઝન ઉપરાંત કેટલાક આ પ્રકારના પરિબળ હોય છે. જેમ કે

 પીરીયડ્સ

ચહેરા પર ખીલ નીકળવાનું એક મુખ્ય કારણ આ પણ હોઈ શકે છે. દર મહિને જ્યારે તમારું શરીર હોર્મોનના ઉત્પાદનનાં રેગ્યુલર સાઈકલથી પસાર થાય છે,તો હાર્મોનલ સ્તરોમાં ઉતાર-ચઢાવ તમારી તેલ ગ્રંથીઓને ઉત્તેજિત કરી શકે છે અને તમારી ત્વચા ઓઈલી બની શકે છે.

સિઝનલ ફેરફાર

જોકે, પરસેવો બનાવનાર ગ્રંથીઓની ગતિવિધિ સિઝનનાં કારણે ઘણી વધારે નથી બદલાતી, પરંતુ ગરમ અને વધારે ભેજવાળી સીઝનમાં, તમારા ચહેરા પર વધારે ઓઈલી દેખાય છે.

અતિશય મેકઅપ

મેકઅપ ચહેરાની ચીકાશ અને પીમ્પ્લ્સને કવર કરવાનો એક સારો ઓપ્શન હોય શકે છે. પરંતુ તેની સાથે જ ભારે મેકઅપ તમારી ત્વચાને ઓઈલી બનાવી શકે છે. કોસ્મેટિક પ્રોડક્ટ્સ ખરીદતા સમયે, ઓઈલ-ફ્રી અને નોન-કોમેડોજેનિક મેકઅપ જ પસંદ કરો.